શોધખોળ કરો
Advertisement
28 દિવસ બાદ અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, અભિનેતાએ કહી આ વાત
અભિષેક બચ્ચન 11 જુલાઈની સાંજે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયો હતો. તે સોશિયલ મીડિયા પર સતત હેલ્થ અપડેટ્સ શેર કરતો હતો.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અભિષેકે ટ્વિટ કરીને આ વાત તમામ સાથે શેર કરી છે. હવે બચ્ચન પરિવાર કોરોના નેગેટિવ થઈ ગયો છે.
અભિષેકે ટ્વિટ કરીને લખ્યું, “આજે બપોરે મારો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મેં તમને લોકોને કહ્યું હતું કે, હું તેને હરાવી દઈશે. મારી અને મારા પરિવારની દુઆ માટે તમામનો આભાર. નાણાવટી હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે જે કંઈ કર્યું તેના માટે દિલથી આભાર.”
અભિષેક બચ્ચન 11 જુલાઈની સાંજે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયો હતો. 28 દિવસ બાદ અભિષેક બચ્ચન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. તે સોશિયલ મીડિયા પર સતત હેલ્થ અપડેટ્સ શેર કરતો હતો. અભિષેક પહેલા 2 ઓગસ્ટના રોજ અમિતાભ બચ્ચન કોરોના નેગેટિવ થઈને ઘરે પહોંચ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement