શોધખોળ કરો
Advertisement
લીક થઈ Dabangg 3ના ટાઈટલ ટ્રેકની પ્રથમ ઝલક, જુઓ Video
મુંબઈઃ સલમાન ખાન પોતાની ટીમ સાથે ફિલ્મ દબંગ-3ના શૂટિંગ માટે મધ્ય પ્રદેશ પહોંચ્યા છે. અહીં સૌથ પહેલા ફિલ્મના ટાઈટલ ટ્રેકનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શૂટિંગનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં સલમાન ખાન ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જોકે ફિલ્મનું ટાઈટલ સોંગ 'હુડ હુડ દબંગ..દબંગ..'વિવાદોમાં ઘેરાઈ ગયું છે. આ ગીતમાં સલમાન ખાન સાધુ-સંતોના વેશમાં રહેલા સહ-કલાકારો સાથે ડાન્સ કરી રહેલો દેખાય છે.
આ વેશને લીધે ઉશ્કેરાયેલા લોકોએ ફિલ્મના શૂટિંગને રોકવાની માગ કરી છે. સ્થાનિકોએ કહ્યું કે આ ગીતને લીધે હિન્દુઓની ભાવનાને ઠેંસ પહોંચી છે. કોઈ ફિલ્મના ગીતમાં સાધુ-સંતોને ડાન્સ કરાવવો એ યોગ્ય નથી. સમાજસેવક અશ્વિન જોશીએ દબંગ-3ના શૂટિંગની ફરિયાદ ભોપાલના NGTને મોકલી છે. તેમણે ઈ-મેઈલમાં લખ્યું છે કે આ શૂટિંગને લીધે નર્મદા નદી અને કિલ્લાની આજુબાજુની જમીનને નુકસાન થઈ રહ્યું છે. પવિત્ર નર્મદાના કિનારે નોનવેજ બનાવવા કે દારૂના સેવન પર પ્રતિબંધ છે. તેમ છતાં આ શૂટિંગને લીધે તે પવિત્રતા નષ્ટ થઈ રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement