શોધખોળ કરો
Advertisement
રાખી સાવંતે લગ્ન કરી લીધા તો ભડક્યો આ શખ્સ, બોલ્યો- મારા 4 કરોડ રૂપિયા પાછા લાવ....
દીપક કલાલ અને રાખી સાવંતની લગ્નની વાતો અગાઉ મીડિયામાં ખુબ ચગી હતી. બન્ને તસવીરો અને વીડિયોમાં દેખાતા હતા. બન્ને એકબીજા સાથે લગ્ન કરવાની વાત પણ કરતા હતા
નવી દિલ્હીઃ કૉન્ટ્રૉવર્સી ક્વિન અને એક્ટ્રેસ રાખી સાવંતે ફરી એકવાર ચર્ચામાં છે, પણ આ વખતે કોઇ ઉટપટાંગ નિવેદન આપીને નહીં પણ દીપક કલાલના કારણે ચર્ચાનો વિષય બની છે. રાખીની ગુપચુપ લગ્ન કરવાના રિપોર્ટ પર દીપક કલાક ભડક્યો છે, અને ગુસ્સામાં આવીને એક વીડિયો શેર કર્યો છે.
રાખી સાવંતના લગ્નથી ઉશ્કેરાયેલા દીપક કલાલે રાખી પાસેથી 4 કરોડ રૂપિયાની માંગ કરી દીધી છે. તેને પોતાના ઇન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં દીપક કલાલ બોલી રહ્યો છે કે, રાખીએ તેની લગ્ન કરવાનો વાયદો કર્યો હતો, જેના માટે તેને રાખીને પુરા 4 કરોડ રૂપિયા આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, દીપક કલાલ અને રાખી સાવંતની લગ્નની વાતો અગાઉ મીડિયામાં ખુબ ચગી હતી. બન્ને તસવીરો અને વીડિયોમાં દેખાતા હતા. બન્ને એકબીજા સાથે લગ્ન કરવાની વાત પણ કરતા હતા, જોકે હવે રાખી સાવંતે ગુપચુપ રીતે એનઆરઆઇ બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા છે.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement