શોધખોળ કરો
Advertisement
દીપિકાના આ પ્રેમીએ બીજી છોકરી સાથે સંબંધ બાંધ્યા પછી દીપિકાની માફી માંગેલી, દીપિકાએ આપ્યો બીજો ચાન્સ અને.....
દીપિકાએ નામ લીધા વિના કહ્યું કે તે સમયે હું બેવકૂફ હતી કે મેં તેને બીજો મોકો આપ્યો. મેં તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
મુંબઈઃ બોલિવુડની મસ્તાની દીપિકા પાદુકોણ પોતાની એક્ટિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રોફેશનલ લાઈફની સાથે સાથે દીપિકા પાદુકોણની પર્સનલ લાઈફ પણ દેશમાં ખૂબ ચર્ચિત રહી છે. અત્યારે દીપિકા પાદુકોણ રણવીર સિંહ સાથે ખૂબ ખુશ છે પરંતુ એક ઈન્ટરવ્યુંમાં દીપિકાએ મોટો ખુલાસો કર્યો છે. દીપિકા પાદુકોણે પોતાના જૂના સંબંધ વિશે મોટી કબૂલાત કરી છે. દીપિકાએ પહેલીવાર પોતાના દિલનું દર્દ વર્ણવ્યું છે.
તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "મારા માટે સેક્સ ખાલી એક શારિરીક સંબંધ નથી તેમાં ભાવનાઓ પણ સામેલ છે. અને હું સંબંધોમાં કદી નથી ભટકી, મેં કોઇને દગો નથી આપ્યો. ના જ કોઇને મૂર્ખા બનાવ્યા છે. હું કોઇની સાથે સંબંધમાં રહી જ કેમ? સિંગલ રહેવું સારું હતું, આમ કરીને મજા કરી હોત, પણ દરેક આવું નથી વિચારતા."
દીપિકાએ નામ લીધા વિના કહ્યું કે તે સમયે હું બેવકૂફ હતી કે મેં તેને બીજો મોકો આપ્યો. મેં તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તેણે કાકલુદી કરીને મારી પાસે માફીની ભીખ માંગી અને મેં તેને માફ પણ કરી દીધો. તે વખતે મને આ બધાથી બહાર આવતા ખૂબ લાંબો સમય લાગ્યો.
વધુમાં દીપિકાએ કહ્યું કે "જ્યારે તેણે મને પહેલી વાર દગો આપ્યો ત્યારે મને થયું કે મારામાં કે મારા પ્રેમમાં કંઈક બાકી રહી ગયું હશે. પણ જ્યારે કોઇની તે આદત હોય તો તેમાં તમારો વાંક ક્યાંથી આવે. મેં સંબંધ માટે મારું શ્રેષ્ઠ આપ્યું. પણ દગાએ સંબંધોને તોડી પાડ્યા. અને જો એક વાર સંબંધમાં સન્માન અને વિશ્વાસ પૂરો થઇ જાય તો સંબંધ નથી ટકતા. કોઇ પણ સંબંધ સન્માન અને વિશ્વાસ પર ટક્યા હોય છે."
ઉલ્લેખનીય છે કે દીપિકા અને રણબીર વચ્ચે 2009માં બ્રેકઅપ કર્યું હતું અને આ પહેલા તે બે વર્ષ સુધી એકબીજાને ડેટ કરી ચૂક્યા હતા. જે પછી દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા. અને હવે રણબીર આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવાનો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement