શોધખોળ કરો
Advertisement
દીપિકા પાદુકોણ મા બનવાની છે? આ તસવીરને જોઈ પૂછી રહ્યા છે ફેન્સ
હવે બન્નેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જોઈને લાગે છે કે દીપિકા પ્રેગ્નેન્ટ છે.
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન બાદથી જ બન્નેના ઘરે પારણુ બંધાવાની ચર્ચા ચાલી રહી છે. હાલમાં જ દીપિકાએ રણવીરના ચેટ સેશનમાં હાય ડેડીની સાથે બેબી ઈમોજી પોસ્ટ કરી હતી. આ કોમેન્ટે લોકોને વિચારવા મજબૂર કર્યા હતા કે શું તે પ્રેગ્નેન્ટ છે. જોકે હવે બન્નેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જોઈને લાગે છે કે દીપિકા પ્રેગ્નેન્ટ છે. તસવીરમાં દીપિકાએ બ્લ્યૂ રંગનો લૂઝ ડ્રેસ પહેર્યો છે.
ફોટો પર ફેન્સની ધડાધડ કમેન્ટ્સ આવી રહી છે. એક ફેને લખ્યું, “શું ખરેખર દીપિકા પ્રેગ્નન્ટ છે?” તો બીજાએ લખ્યું, “દીપિકા બેબી બંપ સંતાડી રહી છે.”દીપિકા-રણવીરને ગયા વર્ષે ઈટલીમાં લગ્ન કર્યાં હતાં. બીજી બાજુ દીપિકાએ છપાક અને ફિલ્મ 83 બાદ કોઈપણ ફિલ્મ સાઈન કરવાની ના પાડી દીધી છે.
અત્યારે રણવીર અને દીપિકા ફિલ્મ ’83’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ મહાન ક્રિકેટર કપિલ દેવ પર આધારિત છે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્નીના રોલમાં છે. આ ફિલ્મમાં બંને લગ્ન બાદ પહેલીવાર સાથે જોવા મળશે. આ પહેલાં બંને ફિલ્મ પદ્માવત, બાજીરાવ મસ્તાવી અને ગોલિયોંકી રાસલીલા રામલીલામાં સાથે જોવા મળ્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આરોગ્ય
દેશ
દેશ
Advertisement