શોધખોળ કરો
ફિલ્મો સિવાય ક્રિકેટમાં જાતીય શોષણ થાય છે, આ હોટ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો!
એક ઈન્ટરવ્યૂમાં જ્યારે દીપિકાને પુછવામાં આવ્યું કે તમે તમારી બોલિવૂડ સક્સેસ અને #MeToo અભિયાન વિશે જણાવો.
![ફિલ્મો સિવાય ક્રિકેટમાં જાતીય શોષણ થાય છે, આ હોટ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો! Deepika Padukone says why not ask cricketers when quizzed about #MeToo movement ફિલ્મો સિવાય ક્રિકેટમાં જાતીય શોષણ થાય છે, આ હોટ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/10/11081126/deepika-padukone-yuvraj-singh.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે હાલમાં જ મીટૂ મૂવમેન્ટ દરમિયાન આરોપનો સામનો કરનાર ફિલ્મમેકર લવ રંજન સાથે તેની ઓફિસમાં મુલાકાત કરી હતી. પરંતુ દીપિકાના ફેન્સને લવ રંજન સાથે તેની મુલાકાત ગમી ન હતી અને તેમને ટ્વિટર પર હેશ ટેગ નોટ માઈ દીપિકા ( #NotMyDeepika )ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. જોકે હવે દીપિકાએ હાલમાં જ મીટૂ અભિયાનને લઈને પૂછવામાં આવેલ સવાલ પર ખુલીને પોતાની વાત રાખી.
એક ઈન્ટરવ્યૂમાં જ્યારે દીપિકાને પુછવામાં આવ્યું કે તમે તમારી બોલિવૂડ સક્સેસ અને #MeToo અભિયાન વિશે જણાવો. ત્યારે દીપિકા થોડી અકળાઈ ગયેલી જોવા મળી હતી અને તેણે ક્રિકેટની રમત પર આકરા પ્રહારો કર્યા હતા.
મીટૂ સવાલનાં જવાબમાં દીપિકાએ કહ્યું કે, આવા સવાલ શા માટે એક્ટરને જ પૂછવામાં આવે છે. કેમ કોઈ ક્રિકેટર કે પછી સ્પોર્ટ પર્સનને પુછવામાં આવતો નથી. શું બોલિવૂડમાં જ આ ઘટના બને છે. બધી જગ્યાએ સ્ત્રીને શોષણનો સામનો કરવો પડે છે. જાતીય શોષણ માત્ર ફિલ્મ ઉદ્યોગમાં જ નથી થતું પરંતુ દરેક જગ્યાએ આ પરેશાની થઈ રહી છે. આ વાતને બધી જગ્યાએથી ખત્મ કરી નાખવી જોઈએ.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે જલ્દી જ છપાકમાં જોવા મળવાની છે. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે. આ સિવાય તે ફિલ્મ 83માં પતિ રણવીર સિંહ સાથે પણ જોવા મળવાની છે. આ બંન્ને ફિલ્મ 2020માં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)