શોધખોળ કરો
Advertisement
દીપિકા પાદુકોણનો ડ્રેસ જોઈ યૂઝરે કરી ટ્રોલ, કહ્યું- આ અંદરની વસ્તુ બહાર કેમ પહેરી લીધી છે?
અભિનેત્રીના શર્ટની સૌથી વધારે ટીકા થઈ રહી છે. તેણે પોતાના શર્ટની ઉપર કોરસેટ પહેર્યુ છે.
મુંબઈઃ દીપિકા પાદુકોણને બોલિવૂડની સૌથી સ્ટાઈલિશ ફેશન ડીવાજમાં ગણવામાં આવે છે. જ્યારે તેના પતિ રણવીર સિંહ સૌથી અજીબ કપડા પહેરવા માટે જાણીતાછે. પરંતુ હવે દીપિકા પાદુકોણે રણવીર સિંહ જેવી જ વિચિત્ર સ્ટાઈલ ટ્રાઈ કરી છે.
દીપિકા પાદુકોણ હાલમાં પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે અને તેની વાયરલ થઈ રહેલ તસવીરને જોઈને લાગે છે કે તેના પર પતિ રણવીર સિંહની અસર જોવા મળી રહી છે. દીપિકાએ અજીબ જીંસ અને હીલ્સ પહેરી છે. તેની હીલ્સ પર રિબન લાગેલ છે.
જ્યારે અભિનેત્રીના શર્ટની સૌથી વધારે ટીકા થઈ રહી છે. તેણે પોતાના શર્ટની ઉપર કોરસેટ પહેર્યુ છે. આ આઉટફિટમાં દીપિકાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. દીપિકાને તેના આલુક માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. એક યુઝરે કોમેન્ટ કરી છે કે, આ રણવીર સિંહની અસર છે. તો બીજા એક યુઝરે લખ્યું હતું કે, હવે આને શું થઈ ગયું છે. લગ્ન બાદ રણવીરનો તાવ ચડી ગયો છે કે શુ? તો એક યુઝરે લખ્યું હતું કે, આ તે કેવો ડ્રેસ છે ભાઈ? તો એક યુઝરે પણ વિચિત્ર ટિપ્પણી કરતા લખ્યું હતું કે, શું છે ભાઈ આ, અંદર વાળુ બહાર કેમ પહેરી લીધું છે?
મોટા ભાગના યૂઝર્સે દીપિકા પાદુકોણ પર રણવીર સિંહની અસર હોવાની વાત કહી છે. દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં તે એક એસિડ સર્વાઈવરની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મની સીધી ટક્કર અજય દેવગન અને કાજોલ સ્ટારર ફિલ્મ તાનાજી સાથે થશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement