શોધખોળ કરો
Advertisement
બોલીવુડની હોટ એક્ટ્રેસ પર થયો માનહાનિનો કેસ, જાણો શું છે સમગ્ર મામલો
બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને અવારનવાર તસવીરોના કારણે ચર્ચામાં પણ રહે છે. હવે તે એક નવા વિવાદમાં ફસાતી નજરે પડી રહી છે. દિલ્હીના એક બિઝનેસમેને તેની સામે માનહાનિનો કેસ કર્યો છે.
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને અવારનવાર તસવીરોના કારણે ચર્ચામાં પણ રહે છે. હવે તે એક નવા વિવાદમાં ફસાતી નજરે પડી રહી છે. દિલ્હીના એક બિઝનેસમેને તેની સામે માનહાનિનો કેસ કર્યો છે. આ પહેલા ઈશાએ તે વ્યક્તિ પર સેક્શુઅલ હેરસમેન્ટનો આરોપ લગાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે આ વ્યક્તિએ વકીલ વિકાસ પાહવાની મદદથી ઈન્ડિયન પિનલ કોડની સેક્શન 499 અને 500 અંતર્ગત નવી દિલ્હીની સાકેત કોર્ટમાં મામલો નોંધાવ્યો છે. અરજીકર્તાની માંગ છે કે એક્ટ્રેસને કાયદાકીય જોગવાઈ પ્રમાણે સજા મળવી જોઈએ. કોર્ટે ફરિયાદીની અરજી પર 28 ઓગષ્ટ સુનાવણીની તારીખ નક્કી કરી છે.
ઈશાએ બિઝનેસમેનની તસવીર શેર કરીને લખ્યું હતું કે, એક વ્યક્તિ આખી રાત કોઈ મહિલાને જોતો રહે અને તેને અસુવિધાનજક અનુભવ કરાવે તો ચાલે. તે મને સ્પર્શી ન શક્યો અને કંઈ ન કહી શક્યો. એક એક્ટ્રેસ તરીકે નહીં પણ એક મહિલા તરીકે આપણે ક્યાં સુરક્ષિત છીએ. શું મહિલા હોવું શ્રાપ છે?
ઈશા ગુપ્તાનું નામ ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ચગ્યું હતું. ઈશા ગુપ્તાએ હાર્દિક પંડ્યા સાથે અફેરની વાત પર કહ્યું હતું, તમે જેટલું વાંચ્યું-સાંભળ્યું છે તેટલી જ સચ્ચાઈ છે. લોકોનું કામ વાતો કરવાનું છે. ગમે તેમ લખશે પરંતુ મારી હકીકત મને જ ખબર છે.
મોનોકિની પહેરીને સ્વિમિંગપૂલમાં ઉતરી નાગિન, હોટ લૂક જોઈ ફેન્સ થયા પાગલ
સચિનને કુંબલે અને દ્રવિડ પછી હોલ ઓફ ફેમમાં કેમ મળ્યું સ્થાન ? જાણો શું છે ICCનો નિયમ
મુકેશ અંબાણીએ સતત 11માં વર્ષે ન વધાર્યો પગાર, જાણો કેટલી લે છે સેલરી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
અમદાવાદ
સમાચાર
Advertisement