શોધખોળ કરો
Advertisement
સની લિયોનીના 'ફોન નંબર'થી દિલ્હીના આ છોકરાની ઊંઘ હરામ થઇ ગઇ, જાણો શું છે મામલો
ફરિયાદીએ કહ્યું કે, જ્યારે મારા પર ફોન આવે છે ત્યારે તેઓ એક જ વાત કરે છે કે સની લિયોનીને મળવુ છે. ઉલ્લેખનીય છે કે, 'અર્જૂન પટિયાલા' ફિલ્મમાં સની લિયોની જે નંબર બતાવે છે તે મારો છે
નવી દિલ્હીઃ બૉલીવુડની ફેમસ એક્ટ્રેસ સની લિયોની લાંબા સમય બાદ ફિલ્મ 'અર્જૂન પટિયાલા'થી મોટા પડદામાં દેખાઇ, કેમકે આજકાલ તે નાના પડદા પર વધુ એક્ટિવ છે. ફિલ્મ 'અર્જૂન પટિયાલા'માં સની લિયોનીના એક ડાયલૉગથી એક વ્યક્તિ હેરાન પરેશાન થઇ ગયો છે અને તેને પોલીસ ફરિયાદ કરી દીધી છે.
ખરેખરમાં, ફિલ્મ 'અર્જૂન પટિયાલા'માં એક્ટ્રેસ સની લિયોની એક ડાયલૉગ બોલે છે જેમાં તે એક ફોન નંબરનો ઉલ્લેખ કરી છે. જોકે, સની કે ફિલ્મમાં પણ કોઇને નથી ખબર કે આ કોનો નંબર છે. હવે ફિલ્મ જોયા બાદ લોકો સનીને ફોન કરવાની લ્હાયમાં આ નંબર ડાયલ કરે છે, તો તે સીધો એક શખ્સને લાગે છે. આ શખ્સ આવા ફોનથી હેરાન પરેશાન થઇ ગયો છે. અસલમા આ નંબર દિલ્હીના મોર્યા એન્કલેવ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિનો છે, જે પ્રાઇવેટ કંપનીમાં સીનિયર એક્ઝિક્યૂટિવ તરીકે જૉબ કરે છે.
માહિતી મુજબ, ફરિયાદી પીતમપુરા વિસ્તામાં રહેનારા પુનીલ અગ્રવાલે મોર્યા એન્કલેવ પોલીસને ફરિયાદ પણ કરી છે, જે ફિલ્મનુ નામ લઇને કૉલ આવી રહ્યા છે. શખ્સ અનુસાર રોજના 300થી વધુ કૉલ મારા નંબર પર આવી રહ્યાં છે. ફોનથી કંટાળી ગયો છું દિવસે કામ નથી થતું અને રાત્રે ઊંગવા નથી મળતુ.
ફરિયાદીએ કહ્યું કે, જ્યારે મારા પર ફોન આવે છે ત્યારે તેઓ એક જ વાત કરે છે કે સની લિયોનીને મળવુ છે. ઉલ્લેખનીય છે કે, 'અર્જૂન પટિયાલા' ફિલ્મમાં સની લિયોની જે નંબર બતાવે છે તે મારો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
ક્રિકેટ
Advertisement