શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટ્રેસે વ્યથા ઠાલવતા મહિલાઓને આપી સલાહ, કહ્યું- પરણેલા પુરુષો સાથે સંબંધ રાખવાથી....
હાલમાં નીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે જ્યાંતેની લાંબી ફેન ફોલોઇંગ છે. હાલમાં જ નીનાએ એક વીડિયો શેર કરીને પોતાના પર્શનલ અનુભવ શેર કર્યા છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તાએ પોતાની ફિલમો અને એક્ટિગંથી એક અલગ જ ઓળખ મેળવી છે. પછી ભલે તેની જૂની ફિલ્મો હોય કે હાલમાં જ રિલીઝ થયેલી ‘બધાઈ હો’ અને ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ હોય, તમામ ફિલ્મોમાં નીનાએ એવી ભૂમિકા ભજવી છે જે કોઈ સાહસિક મહિલા જ નિભાવી શકે છે. આમ તો પોાતના વ્યક્તિગત જીવનમાં પણ નીના ખૂબ જ બોલ્ડ રહી છે. નીનાને વેસ્ટ ઇન્ડિઝના માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર વિવિયન રિચાર્ડ સાથે સંબંધ હતા અને તેની દીકરી મસાબાની સિંગર મધર પણ છે. નીનાએ આ વાત ક્યારેય છૂપાવી નથી. હવે નીના ગુપ્તાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ફરી એક વખત ખૂબ જ બોલ્ડ નિવેદન આપતા મહિલાઓને ખાસ સલાહ આપી છે.
હાલમાં નીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે જ્યાંતેની લાંબી ફેન ફોલોઇંગ છે. હાલમાં જ નીનાએ એક વીડિયો શેર કરીને પોતાના પર્શનલ અનુભવ શેર કર્યા છે. ઉત્તરાખંડમાં રજા માણી રહેલ નીનાએ વીડિયોમાં યુવતીઓ અને મહિલાઓને સલાહ આપી છે કે ક્યારેય પણ પરણેલ પુરુષને પ્રેમ ન કરવો. વીડિયોમાં નીના કહે છે કે તેનો વ્યક્તિગત અનુભવ રહ્યો છે કે પરણેલા પુરુષ સાથે સંબંધ રાખવા પર કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે અને આ અફેર્સનો અંત કેવો હોય છે.
વીડિયોમાં તે કહી રહી છે કે, પહેલા તમે સંબંધ રાખશો. પછી હોલિ ડે મનાવવા જશો. પછી એક રાત પસાર કરશો. પછી ઘણી બધી રાતો પસાર કરશો. અને છેલ્લે લગ્ન કરવાનું મન થશે. પરંતુ એ લગ્ન કરવાની ના પાડશે. એ રીતે આખી વ્યથા ઠાલવી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક સમય એવો પણ આવ્યો હતો કે નીના ગુપ્તાએ સોશિયલ મીડિયા પર લોકોને અપીલ કરી હતી કે તેને કોઈ કામ આપે. બાદમાં નીના ફિલ્મ બધાઈ હો માં જોવા મળી જેમાં તેણે એક આધેડ ઉમરે માતા બનતી મહિલાની ભૂમકિા સારી રીતે ભજવી હતી. ફિલ્માં નીના ગુપ્તા અને ગજરાજ રાવની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હાલમાં જ આ જોડી ફરી એક વખત શુભ મંગલ જ્યાદા સાવધાનમાં જોવા મળી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના અને જિતેન્દ્ર કુમાર લીડ રોલમાં છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement