શોધખોળ કરો
Advertisement
બોલીવૂડ ડ્રગ્સ કનેક્શન: ફિલ્મ પ્રોડ્યૂસર ફિરોજ નડિયાદવાલાના પત્નીની NCBએ ધરપકડ કરી
એનસીબીએ ફિરોજ નડિયાદવાલાના પત્નીની ધરપકડ કરી છે. મુંબઈ એનસીબીના ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ વાતની જાણકારી આપી હતી.
મુંબઈ: બોલીવૂડમાં ડ્રગ્સ કનેક્શનનો મામલો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આજે એનસીબીએ ફિલ્મ પ્રોડ્યૂસર ફિરોજ નડિયાદવાલાના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે એનસીબીએ ફિરોજ નડિયાદવાલાના પત્નીની ધરપકડ કરી છે. મુંબઈ એનસીબીના ડાયરેક્ટર સમીર વાનખેડેએ આ વાતની જાણકારી આપી હતી.
આ પહેલા એનસીબીના દરોડા દરમિયાન ટીમને ફિલ્મ પ્રોડ્યૂસર ફિરોજ નડિયાદવાલાના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. બોલીવૂડમાં ફેલાયેલા ડ્રગ્સનું કનેક્શન ફિલ્મ પ્રોડ્યૂસર નડિયાદવાલા સુધી પહોંચી ગયું છે. સૂત્રોની જાણકારી મુજબ ફિરોજ નડિયાદવાલાના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ફિરોજના ઘરે એનસીબીને ઓપરેશનમાં 10 ગ્રામ ગાંજો,ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા છે. એનસીબી મુંબઈની ટીમે એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેના નેતૃત્વમાં મુંબઈમાં કાલે 5 ઠેકાણાઓ પર રેડ કરી હતી.
આ રેડ ડ્રગ્સ પેડલર્સ અને સપ્લાયરની ધરપકડને લઈને કરવામાં આવી હતી. આશરે 4થી 5 ડ્રગ્સ પેડલર્સની ધરપકડ કરવામાં આવી છે. આ રેડ દરમિયાન ગાંજો ચરસ, એક અન્ય ડ્રગ્સ મળ્યું છે. આ સાથે જ રોકડ રકમ મળી આવી છે અને ગાડીઓ પણ મળી છે. એનસીબી હવે ફિરોજ નડિયાદવાલાને સમન્સ મોકલ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion