શોધખોળ કરો
Advertisement
આ એક્ટરે ખોલી પ્રિયંકા-નીકની પોલ, કહ્યું- સેટ પર સ્પેશિયલ રૂમ બનાવીને બન્ને......
પ્રિયંકાએ જણાવ્યું હતું કે જ્યારે ‘The Sky is Pink’ ફિલ્મ સાઈન કરી અને ડાયરેક્ટર શોનાલીને મળી ત્યા સુધી હજુ નિક સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો.
મુંબઈઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનસની જોડી હંમેશાથી ચર્ચામાં રહી છે પહેલા લગ્નને લઈને ચર્ચામાં હતી અને હવે બન્નેનો રોમાન્સ દરરોજ ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં ચર્ચામાં રહે છે. જોકે પ્રિયંકાના લગ્નની અનેક કહાની અત્યાર સુધી સાંભળવા મળી છે. જોકે હવે ખુદ પ્રિયંકાએ નિક સાથેના પ્રેમની અસલ કહાની પરથી પડદો ઉચક્યો છે. એક ઇન્ટરવ્યૂમાં ફરહાન અખ્તર સાથે પ્રિયંકા આગામી ફિલ્મ ‘The Sky is Pink’ના પ્રમોશનમાં આવ્યા હતા. અહીં ફરહાન અખ્તરે એક મોટો ખુલાસો કર્યો છે કે જેનાં કારણે પ્રિયંકા નિકની પોલ ખુલી ગઈ છે.
પ્રિયંકાએ જણાવ્યું હતું કે જ્યારે ‘The Sky is Pink’ ફિલ્મ સાઈન કરી અને ડાયરેક્ટર શોનાલીને મળી ત્યા સુધી હજુ નિક સાથે લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો. તે માત્ર સારા મિત્રો હતા. ત્યા સુધી કે ડેટિંગ પણ નહોતા કરતાં. પ્રિયંકાએ જણાવ્યું કે આ ફિલ્મની શરૂઆતમાં જ પ્રેમ શરૂ થયો અને શુટિંગ અધ વચ્ચે પહોંચ્યું ત્યારે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.
આ વાત ચાલતી હતી ત્યાં જ ફરાન અખ્તર વચ્ચે બોલ્યો અને પ્રિયંકાની પોલ ખોલી નાખી. તેણે કહ્યું નિક અને પ્રિયંકાની રોમાન્સ સ્ટોરી અહીંથી જ શરૂઆત થઈ હતી. પ્રિયંકાએ પણ કહ્યું કે હું તો રોમાન્સથી ગુલાબી ગુલાબી થઈ ગઈ હતી. ત્યારે જ ફરહાને કહ્યું કે મને હવે ખબર પડી કે ત્યાં એક સ્પેશિયલ રૂમ પ્રિયંકા માટે બનાવવામાં આવ્યો હતો.
ફરહાને કહ્યું કે આ સ્પેશિયલ રૂમમાં પ્રિયંકા નિક સાથે વાતો કરતી હતી અને લગ્નની તૈયારીની વાતો પણ ફોન પર આ જ રૂમમાં કરતી હતી. ક્યારેક તો નિક સેટ પર પ્રિયંકાને મળવા પણ આવતો હતો. ફરહાનની આવી કોમેન્ટ પર પ્રિયંકાએ પણ જવાબ આપ્યો કે ફરહાન રોમાન્સની બાબતમાં છુપે રુસ્તમ છે. ફરાનને જોઈને ન લાગે કે તે રોમેન્ટિક હશે પરંતુ જ્યારે શુટિંગ પુરૂ કરીને બધુ પેક કરી લઈએ ત્યારે ફરહાનનો રોમાન્સ બહાર નીકળે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
બિઝનેસ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion