શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે પહેરી 600 રૂપિયાની સાડી, બહેને કહ્યું- ઇન્ટરનેશનલ બ્રાન્ડ ક્યાંક કારીગરોની કળા ન છિનવી લે
કંગનાની ગયા મહિને ‘જજમેન્ટલ હૈં ક્યા’ રિલીઝ થઈ હતી. હવે, કંગના જયલલિતાની બાયોપિકનું શૂટિંગ શરૂ કરશે.
નવી દિલ્હીઃ બોલિવૂડ ક્વીન કંગના રનૌત પોતની શાનદાર એક્ટિંગની સાથે સાથે ફેશન સેન્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એરપોર્ટ લુકથી લઈને રેડ કાર્પેટ સુધી પોતાના લુકથી બધાને ઇમ્પ્રેસ કરી લે છે. હાલમાં જ કંગના એરપોર્ટ પર ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી. આ લુકના લોકોએ ખૂબ વખાણ કર્યા છે.
કંગનાએ જે સાડી પહેરી હતી તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કારણ કે તેણે જે સાડી પહેરી હતી તેની કિંમત માત્ર 600 રૂપિયા હતી. કંગનાની બહેન રંગોલીએ ટ્વિટર પર આ અંગેની માહિતી આપી હતી.
રંગોલીએ ટ્વીટ કરી કે, કંગનાએ હાલમાં જ કોલકાતામાંથી 600 રૂપિયાની સાડી ખરીદી હતી. આ સાડી પહેરીને તે જયપુરમાં યોજાનાર એક ઈવેન્ટ માટે રવાના થઈ હતી. મને એ જાણીને નવાઈ લાગી કે આટલી ઓછી કિંમતમાં સારી ક્વોલિટીનું ઓર્ગેનિક કોટન કેવી રીતે મળી શકે? કંગનાને પણ એ વાતની ચિંતા થઈ કે આ કારીગર આટલી મહેનત કરે છે અને કેટલી ઓછી કમાણી કરે છે.On her way to Jaipur today Kangana is wearing Rs 600 sari she picked from Kolkata, she was shocked to know one can get such good organic cotton in this amount and it is heart breaking to see how hard our people work and how little they earn.....(contd) pic.twitter.com/EMPJJ4hzzU
— Rangoli Chandel (@Rangoli_A) August 18, 2019
આ ટ્વીટ બાદ રંગોલીએ બીજી ટ્વીટ કરીને કહ્યું હતું, ઈન્ટરનેશનલ બ્રાન્ડ આ બધું છીનવી લે તે પહેલાં મહેરબાની કરીને કારીગરોનું સમર્થન કરો. કંગનાની ગયા મહિને ‘જજમેન્ટલ હૈં ક્યા’ રિલીઝ થઈ હતી. હવે, કંગના જયલલિતાની બાયોપિકનું શૂટિંગ શરૂ કરશે.(Contd)....please support our own before international brands take away this also from them 🙏 #Indianweavers
— Rangoli Chandel (@Rangoli_A) August 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement