શોધખોળ કરો
‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની અક્ષરા આ યુવકને કરી રહી છે ડેટ, જાણો ક્યારે કરશે લગ્ન!

મુંબઈ: ટીવીની સંસ્કારી વહૂ, માં, પુત્રીના નામથી જાણીતી અભિનેત્રી હિના ખાનની અસલી જિંદગીમાં શું ચાલે છે, તે સામાજિક રીતે લોકો સાથે શેયર કરવું પસંદ નથી. તે જયવંત જયસ્વાલને ડેટ કરી રહી હોવાનો અહેવાલ પહેલાથી જ અહેવાલોમાં આવી ગયો છે, પરંતુ ક્યારેય તેને આ વિશે વાત કરી નથી. પરંતુ હાલમાંજ હિનાએ આ અહેવાલની સ્પષ્ટતા કરી દીધી છે. જો કે હિનાએ પોતાના ઈંસ્ટ્રાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, La vita e bella ❤ So m gonna loovve u,like m gonna loose u,m gonna hold u,like m saying good byeee..love this song by @Meghan_Trainor" તમને જણાવી દઈએ કે, આ પહેલો મોકો છે, જ્યારે હિનાએ પહેલી વખત પ્રેમની કબૂલાત કરી છે. ઉલ્લેખનીય છે કે હિનાને લોકો, ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની અક્ષરાના રૂપમાં જાણે છે. છેલ્લા ઘણાં વર્ષોથી હિના શોના સુપરવાઈઝિંગ પ્રોડ્યૂસર જયવંત (રૉકી) જયસ્વાલને ડેટ કરી રહી છે. લાબાં અફેયર પછી હવે આ કપલ પોતાના સંબંધને એક નવા મુકામે લઈ જવા તૈયાર છે. અહેવાલો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે બન્ને મુંબઈમાં સાથે રહી રહ્યા છે. બન્ને જણાંએ 2016ના અંતમાં લગ્નનું પ્લાનિંગ કર્યું છે. જૂન મહીનામાં હિના, જયવંત અને તેના ઑન સ્ક્રીન પુત્ર રોહન મેહરાની સાથે લંડન, એમ્સટર્ડમ અને હોલેંડ ફરવા ગઈ હતી. હિનાને લોકો ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ની અક્ષરાના રૂપમાં જાણે છે. વર્ષ 2009માં તેને આ સીરિયલથી લીડ ડેબ્યૂ કર્યું હતું. હિના સ્ટાર પ્લસની સીરિયલ ‘સપના બાબૂ કા.. વિદાઈ’... વિદાઈ, ચાંદ છૂપા બાદ બાદમાં અને માસ્ટરશેફ ઈંડિયા કુકિંગ શો-3માં ગેસ્ટ એપીયરેંસમાં જોવા મળી ચૂકી છે.
વધુ વાંચો





















