શોધખોળ કરો
Advertisement
પ્રેગ્નન્સી બાદ માત્ર એક સપ્તાહમાં કરીના થઇ જશે સ્લિમ, જાણી લો એક્ટ્રેસનો વેઇટ લોસનો આ સિક્રેટ પ્લાન
પ્રેગ્નન્સી બાદ દરેક મહિલાની એવી ઇચ્છા હોય છે કે, પ્રેગ્નન્સી ફેટ ફટાફટ છૂમંતર થઇ જાય તૈમૂરના જન્મ બાદ કરીના કપૂરે ટૂંકા સમયગાળામાં જ પહેલા જેવું ફિગર બનાવી લીધું હતું. જાણીએ કરીના કપૂરનો સિક્રેટ ડાયટ પ્લાન શું છે.
બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન તેમની ફિટનેસના કારણે ચર્ચામાં રહે છે. ફર્સ્ટ પ્રેગ્નન્સી બાદ પણ તેમણે પ્રેગન્નન્સી ફેટને ફટાફટ શરીર પરથી દૂર કર્યો હતો. સેકન્ડ ડિલીવરી બાદ પણ કરીના ટૂંક સમયમાં ઝીરો ફિગર બનાવી લેશે. કરીનાના ફેન્સ પણ જાણે છે કે તે બહુ ઝડપથી ઝીરો ફિગરમાં આવી જશે.
કરીનાનો વેઇટ લોસ સિક્રેટ પ્લાન શું છે?
કરીના કપૂરની ન્યુટ્રીશ્યન રુજુતા દિવેકર તેમની ફિટનેસ જર્નીંમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તૈમૂરના જન્મ બાદ કરીનાએ માત્ર 2 મહિનામાં 32 કિલો વજન ઉતાર્યું હતું. પ્રેગ્નન્સી ફેટ ઓછું કર્યા બાદ તે ફરી બ્યુટીફુલ ફિગર શેપમાં આવી ગઇ હતી.તો જાણીએ બેબોનો સિક્રેટ વેઇટ લોસ પ્લાન શું છે.
કરીનાનો સિક્રેટ વેઇટ લોસ પ્લાન
વર્કઆઉટ પહેલા અને પછી તે ગુલકંદવાળું ડ્રિન્ક પીવે છે. વર્કઆઉટ બાદ તે હુંફાળા પાણીમાં મધ સાથે લીબુનો રસ મિકસ કરીને પીવાનું પસંદ કરે છે.
કરીના સપ્તાહમાં બે દિવસ યોગ સાથે ધ્યાન, પ્રાણાયામ અને રનિંગ, પુશઅપ પણ કરે છે. આ સાથે સિલ્ક યોગ તેનો ફેવરિટ છે.
કરીના કપૂર ખાન સીઢિયો ચઢવા અને ઉતરવાની પણ વન ટાઇમ એક્સરસાઇઝ કરે છે.તે નિયમિત એક્સરસાઇઝ કરે છે. સેન્ડ આરામ કરે છે.
કરીના કપૂરનો ડાયટ પ્લાન
કરીના કપૂરના દિવસની શરૂઆત પાણીમાં રાત્રે પલાળેલી બદામથી થાય છે. આ સાથે તે એક કેળું પણ લે છે. ત્યારબાદ તે જિમ જાય છે અને 12 વાગ્યે લંચ કરે છે.
કરીના કપૂર લંચમાં દહીં ભાત અથવા તો ક્યારેક રોટલી શાક દાળ લેવાનું પ્રીફર કરે છે.
કરીના બપોરે 2 કે 3 વાગ્યે મીડ ડે મીલમાં માત્ર ફળો જ લેવાનું પસંદ કરે છે. તે મીડ ડે મીલમાં ઓછોઓછા 2 સિઝનલ ફ્રૂટ લે છે.
કરીના કપૂર ખાવા પીવાની શોખિન છે પરંતુ આ સાથે જ તે ફિટનેસનું ધ્યાન રાખે છે. ડિનર તે હંમેશા હળવું જ લેવાનું પસંદ કરે છે.
દરેક લોકોની બોડી અને ઇમ્યુનિટી એક સમાન નથી હોતી. તેથી દરેકની વેઇટ લોસની જર્નિ અલગ અલગ હોય છે. ઉપરોક્ત પ્લાનને ફોલો કરતા પહેલા ડાયટિશ્યનની સલાહ લેવી હિતાવહ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement