વિશ્વની સૌથી સુંદર મહિલા અને એક્ટ્રેસ Gina Lollobrigidaનું નિધન, કરિશ્મા કપૂર સાથે હતું આ કનેક્શન!
Gina Lollobrigida: ઇટાલિયન અભિનેત્રી જીના લોલોબ્રિગિડાનું 95 વર્ષની વયે નિધન થયું છે. જીના લોલોબ્રિગીડાને વિશ્વની સૌથી પ્રખ્યાત મહિલાનો ટેગ મળ્યો હતો અને 20મી સદીની મોના લિસા તરીકે પણ ઓળખવામાં આવે છે.

Gina Lollobrigida Death: વિશ્વની સૌથી સુંદર મહિલા કહેવાતી પ્રખ્યાત ઇટાલિયન અભિનેત્રી જીના લોલોબ્રિગિડાનું નિધન થયું છે. તેની ઉંમર 95 વર્ષની હતી. જીના લોલોબ્રિગીડાએ 50 અને 60ના દાયકામાં યુરોપિયન સિનેમામાં ધમાલ મચાવી દીધી હતી. જીના લોલોબ્રિગીડાનું પણ ભારતીય સાથે જોડાણ હતું. તેને 20મી સદીની મોના લિસા કહેવામાં આવતી હતી. જોકે જીના લોલોબ્રિગીડાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે જીના લોલોબ્રિગિડાની જાંઘનું હાડકું 2021માં તૂટી ગયું હતું, જેની સપ્ટેમ્બરમાં સર્જરી કરવામાં આવી હતી. જો કે તે બાદ તે સ્વસ્થ થઈ ગઈ હતી અને ચાલવા પણ લાગી હતી.તેણીએ બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીમાં ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું ત્યારે તે ચર્ચામાં આવી હતી.
યુરોપિયન સિનેમાની લોકપ્રિય સ્ટાર, પરિવારનો વ્યવસાય
હોલીવુડ સિનેમાના સુવર્ણ યુગનો ભાગ બનનાર છેલ્લી પાંચ આંતરરાષ્ટ્રીય કલાકારોમાંની એક જીના લોલોબ્રિગીડા હતી. તે 50 અને 60 ના દાયકામાં યુરોપિયન સિનેમાની સૌથી મોટી સ્ટાર્સમાંની એક હતી. જીના લોલોબ્રિગીડાને ફિલ્મ જગત સાથે દૂરથી પણ કોઈ કનેક્શન નહોતું, તેમ છતાં તે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી. જીના લોલોબ્રિગીડાના માતા-પિતાનો ફર્નિચરનો વ્યવસાય હતો. પરંતુ કૌટુંબિક વ્યવસાયમાં જોડાવાને બદલે જીના લોલોબ્રિગીડાએ શોબિઝની દુનિયામાં આવવાનું નક્કી કર્યું.
#RIP #GinaLollobrigida (4 July 1927 – 16 January 2023) 💔 🇮🇹
— Neville F Chamberlain (@NevilleFChambe1) January 16, 2023
🎬#FilmTwitter pic.twitter.com/nQVKge9rdU
સૌંદર્ય સ્પર્ધાઓમાં લીધો ભાગ, કરિશ્મા કપૂરનું જોડાણ
તેણીએ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. આ સાથે જીના લોલોબ્રિગીડાએ ઇટાલિયન ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું. જીના લોલોબ્રિગીડાનું ઉપનામ 'લોલો' હતું. બધા તેને આ નામથી બોલાવતા. તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરે જીના લોલોબ્રિગીડાથી પ્રભાવિત થઈને તેનું લોલો ઉપનામ અપનાવ્યું હતું.
Remembering Gina Lollobrigida - rest in peace: https://t.co/mZrZlwzY6F pic.twitter.com/tTGViSETks
— Golden Globe Awards (@goldenglobes) January 17, 2023
જીનાનું બે વખત યૌનશોષણ થયું હતું
જીના લોલોબ્રિગીડાએ 2017માં જ્યારે ખુલાસો કર્યો હતો કે તેણી પર બે વખત જાતીય હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેણે હલચલ મચાવી હતી. 'ધ ટેલિગ્રાફ'માં છપાયેલા અહેવાલ મુજબ જીનાએ જણાવ્યું હતું કે 19 વર્ષની ઉંમરે તેણીનું પહેલીવાર જાતીય શોષણ થયું હતું. પરંતુ બીજી વખત જીના જ્યારે ફિલ્મોમાં કામ કરી રહી હતી અને પરિણીત હતી ત્યારે તેનું યૌન શોષણ થયું હતું. પરંતુ જીના લોલોબ્રિગીડાએ તેના વિશે વધુ વાત કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું હતું કે તેનું યૌન શોષણ કરનાર એક વ્યક્તિ વિદેશી હતો અને બીજો ઈટાલીનો હતો. જીનાના કહેવા પ્રમાણે જ્યારે તેની સાથે આવું થયું ત્યારે તેનામાં અવાજ ઉઠાવવાની હિંમત નહોતી.





















