Hansika Motwani: હંસિકા મોટવાણી સાઉથની ચર્ચિત એક્ટ્રેસ છે. તેને એક બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી હતી, હાલમાં એક્ટ્રેસના કેટલાક સ્ટનિંગ ફોટોઝ સામે આવ્યા છે, જેના પર ફેન્સ ફિદા થઇ ગયા છે. હંસિકા મોટવાણી (Hansika Motwani) આજે મોટી સ્ટાર બની ચૂકી છે. ટીવી સીરિયલથી પોતાના અભિનયની શરૂઆત કરનારી હંસિકા મોટવાણી આજે હૉલીવુડ અને ટૉલીવુડમાં પોતાની અદાકારીથી લાખો લોકોના દિલ જીતી રહી છે.
એક્ટ્રેસે ટીવી સીરિયલ 'શાકાલાકા બૂમ બૂમ'થી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી, ત્યારે તેની ઉંમર માત્ર 9 વર્ષની હતી. ‘દેશ મે નિકલા હોગા ચાંદ’નામની સીરિયલ અને ઋત્વિક રોશનની સાથે ફિલ્મ ‘કોઇ મિલ ગયા’માં તે એક ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે દેખાઇ ચૂકી છે.
હિમેશ રેશમિયાની ફિલ્મ ‘આપ કા સુરુર’માં હંસિકા મોટવાણીને હીરોઇન જોઇને બધા ચોંકી ગયા હતા. આ પછી તે મનોજ વાજપેયીની ફિલ્મ 'મની હૈ તો હની હૈ'માં એક એક્ટ્રેસ તરીકે દેખાઇ હતી. જોકે, બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તે કોઇ ખાસ ઓળખ નથી બનાવી શકી.
હંસિકા મોટવાણી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે, ત્યાં તેની બરાબર ચાલી રહી છે. ત્યાં હંસિકાએ એકથી એક ચઢિયાતી ફિલ્મો આપી છે. સાઉથ સિનેમામાં હંસિકા મોટવાણી (Hansika Motwani) મોટુ નામ બની ચૂકી છે. આજકાલ તે કેટલાય મોટા પ્રૉજેક્ટ પર કામ કરી રહી છે.
---
આ પણ વાંચો........
Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ
Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો
Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ
ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા
Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ
ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે