શોધખોળ કરો
Advertisement
કોઈ માનસિક બીમારીથી પીડાય રહ્યો છે બોલિવૂડનો આ એક્ટર, નજીકના મિત્રોએ કર્યો ચોંકાવનારો ખુલાસો
એક વેબસાઈટની અહેવાલ અનુસાર, ગોવિંદા છેલ્લા ઘણાં સમયથી વિચિત્ર વર્તન કરી રહ્યો છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર ગોવિંદાના એક મિત્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક વેબસાઈટના અહેવાલ અનુસાર ગોવિંદાના મિત્રનું કહેવું છે કે, થોડા સમયથી ગોવિંદા અજીબ વર્તન કરે છે. અહેવાલ અનુસાર ગોવિંદાના અનેક મિત્રોનું માનવું છે કે, તે કોઈ માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને તેને મદદની જરૂરત છે.
થોડા સમય હેલા જ એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું કે, વર્ષ 2009માં રિલીઝ થયેલી જેમ્સ કેમરૂનની હોલિવૂડ ફિલ્મ અવતારનું ટાઈટલ તેણે સૂચન કર્યું હતું. આ સાથે જ ગોવિંદાએ કહ્યું હતું કે ફિલ્મમાં તેને રોલ ઓફર કરાયો હતો પરંતુ તેણે ઓફર ફગાવી દીધી હતી. ગોવિંદાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ મજાક થઈ હતી.
એક વેબસાઈટની અહેવાલ અનુસાર, ગોવિંદા છેલ્લા ઘણાં સમયથી વિચિત્ર વર્તન કરી રહ્યો છે. આ તેની આદત બની ગઈ છે કે તેને મોટી ફિલ્મોની ઓફર નકારી દીધી. તેના આ નકારાત્મક વલણના કારણે ડિસ્ટ્રીબ્યૂટરે તેની પાછલી ફિલ્મ રંગીલા રાજાને ભાવ નહોતો આપ્યો કારણ કે તેણે તેમની સાથે લડાઈ કરી હતી. આટલું જ નહીં ગોવિંદાના મિત્રએ આગળ કહ્યું કે તેણે બધા મિત્રો સાથે પોતાના રિલેશન ખતમ કરી લીધા છે. આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ગોવિંદાનું કોઈ મિત્ર નથી અને કોઈ તેની મદદ કરવા માટે પણ નથી.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
શિક્ષણ
Advertisement