શોધખોળ કરો
આ ગુજરાતી એક્ટ્રેસે બિકિનીમાં કર્યા યોગ, તસવીરો થઈ વાયરલ
ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયા ફિટનેસને લઇને ઘણી જ એલર્ટ રહે છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યોઝના પોઝવાળી તસવીરોથી ભરેલું છે.
![આ ગુજરાતી એક્ટ્રેસે બિકિનીમાં કર્યા યોગ, તસવીરો થઈ વાયરલ Gujarati actress Aashka Goradia posts yoga pics in bikini આ ગુજરાતી એક્ટ્રેસે બિકિનીમાં કર્યા યોગ, તસવીરો થઈ વાયરલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/24224727/aashka.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ ગુજરાતી એક્ટ્રેસ આશકા ગોરડિયા ફિટનેસને લઇને ઘણી જ એલર્ટ રહે છે. યોગાલવર આશ્કા યોગાભ્યાસથી પોતાને ફિટ રાખે છે અને યૂનિક યોગા પોઝના ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં જ આશ્કાએ બ્લૂ બિકીનીમાં બીચ પર યોગ કરતા ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે.
આશકા ગોરડિયા આમ કરીને ફિટ બોડીથી ફ્લોન્ટ કરતી નજરે પડે છે. તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ યોઝના પોઝવાળી તસવીરોથી ભરેલું છે. એક પોઝમાં તેણે બંને હાથ પાછળ જોડી નમસ્કારવાળી મુદ્રા કરી છે. જે યોગમાં ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે.
આશકાના વિવિધ પોઝ જોઈને સ્પષ્ટ લાગે છે કે તે સતત યોગના અભ્યાસ કરે છે અને પોતાને ફિટ રાખે છે. થોડા સમય પહેલા તેનો પોલ ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે કેસરી કલરની મોનોકિનીમાં શાનદાર ડાન્સ મૂવ કરતી નજરે પડી હતી.
આશકાએ બિગ બોસ, બાલવીર, નચ બલિયે અને નાગિનમાં અભિનય કર્યો છે. આ ઉપરાંત એક બિઝનેસ ચેનલમાં પણ શો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)