શોધખોળ કરો

ગુજરાતી ફિલ્મોની સુપર સ્ટાર એક્ટ્રેસને થઈ ગયો કોરોના, જાણો શું અફસોસ વ્યક્ત કર્યો ?

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગે માહિતી આપી છે. તેણે માહિતી આપતાં જણાવ્યું હતું કે,  હું અત્યારે કોવિડ પોઝીટીવ છું.

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ દીક્ષા જોશીનો કોવિડ-19 માટે ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગે માહિતી આપી છે. તેણે માહિતી આપતાં જણાવ્યું હતું કે,  હું અત્યારે કોવિડ પોઝીટીવ છું અને ડોક્ટરે મને મહેનત ન કરવાની સૂચના આપી છે.

દીક્ષા હવે તેના ઘરે અલગ છે અને તમામ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરી રહી છે. તેના ઉદ્યોગના ઘણા મિત્રો અને સહકર્મીઓ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વ્યવસાયિક રીતે, દીક્ષા જોશીએ તાજેતરમાં ડૉ. દર્શન અશ્વિન ત્રિવેદીની રિલેશનશિપ ડ્રામા ફિલ્મ 'લકીરો' માટે કામ કર્યું છે. આ ફિલ્મમાં રૌનક કામદાર, શિવાની જોશી, નેત્રી ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છે. વધુમાં તે ચંદ્રેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત અનટાઈટલ્ડ લવ સ્ટોરીમાં જોવા મળશે. આ ફિલ્મમાં ગૌરવ પાસવાલા, એશા કંસારા અને અન્ય કલાકારો છે.

ગુજરાતી ફિલ્મોની સુપર સ્ટાર એક્ટ્રેસને થઈ ગયો કોરોના, જાણો શું અફસોસ વ્યક્ત કર્યો ?

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2265 કેસ નોંધાયા છે.  બીજી તરફ 240  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,19,287  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.85 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 2  મોત થયા છે. આજે 8,73,457  લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 1290 , સુરત કોર્પોરેશનમાં 415,  વડોદરા   કોર્પોરેશનમાં 86 , આણંદ 70, કચ્છ 37,  રાજકોટ કોર્પોરેશનમાં 36, ખેડા 34, ભરુચ 26, અમદાવાદ 24, મોરબી 24, ગાંધીનગર કોર્પોરેશન 23, રાજકોટ 21, ભાવનગર કોર્પોરેશન 18, નવસારી 18, જામનગર કોર્પોરેશન 16, મહેસાણા 14, પંચમહાલ 14, ગાંધીનગર 12, સુરત 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 8, વડોદરા 8, જામનગર 7, બનાસકાંઠા 6, સાબરકાંઠા 6, અરવલ્લી 5, ભાવનગર 4, દેવભૂમિ દ્વારકા 4, જૂનાગઢ 4, મહિસાગર 4, અમરેલી 3, ગીર સોમનાથ 3, તાપી 3,  દાહોદ 2, ડાંગ 1 અને સુરેન્દ્રનગરમાં  1  નવો કેસ નોંધાયો છે.

જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 7881  કેસ છે. જે પૈકી 18 વેન્ટીલેટર પર છે, જ્યારે 7863 નાગરિકો સ્ટેબલ છે. 8,19,287 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10125 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે નવસારી 1 અને ભાવનગરમાં 1 મોત થયું છે. 

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 24  નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 249 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 8014 લોકોને પ્રથમ અને 36110 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 154685 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 96226 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 8,73,457 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 9,13,08,830 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.  બોટાદ, છોટા ઉદેપુર,  નર્મદા,  પાટણમાં અને પોરબંદરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યાની આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
Embed widget