શોધખોળ કરો
Advertisement
રણવીર સિંહ સાથે આ એક્ટ્રેસના ઈન્ટીમેટ સીન પર સેન્સર બોર્ડે ફેરવી કાતર
નવી દિલ્હીઃ રણવીર સિંહ-આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોય આજે એટલે કે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. જોકે દર્શકોને માટે ફિલ્મને લઈને એક બેડ ન્યૂઝ સામે આવ્યા છે. અહેવાલ અનુસાર ફિલ્મના અનેક સીન પર સેન્સરે કારત ફેરવી દીધી છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં આલિયા અને રણવીર સિંહની વચ્ચે ફિલ્મમાં આવેલ 13 સેકન્ડના ઇન્ટીમેટ સીન પર કાતર ફેરવી દીધી છે. એટલું જ નહીં સેન્સર બોર્ડે આ ફિલ્મમાં ચાર બીજા ફેરફાર કરવાનું પણ સૂચવ્યું છે.
આ કટ્સની સાથે ઝોયા અખ્તરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મને યુ/એ સર્ટિફિકેટ અપાયું છે. આટલું ઓછું હોય એમ ફિલ્મના પાર્ટનર્સની યાદીમાંથી આલ્કોહોલ બ્રાન્ડ રોયલ સ્ટેગનું નામ પણ હટાવવાનું જણાવાયું છે.
આ ફિલ્મના રિવ્યૂઝ પહેલાં જ સોશિયલ મીડિયામાં આવી ચૂક્યાં છે. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મની ખાસ સ્ક્રિનિંગ પણ રાખવામાં આવી હતી. સ્ક્રિનિંગમાં ફિલ્મના વખાણ થયા હતા. સાથે જ 'ગલી બોય'માં રણવીરનું બેસ્ટ પર્ફોર્મન્સ હોવાનું પણ મનાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement