શોધખોળ કરો
પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની એક્ટ્રેસ પત્ની હેઝલે એવી શું કરી પોસ્ટ કે ફેન્સ રહી ગયા દંગ, કિચે લખ્યું ....
ભારતીય ક્રિકેટર રહી ચૂકેલા યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે સોશિયલ મીડિયા પર એક જાહેરાત કરતા તેમણે લીધેલા નિર્ણયને જાહેર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘બહુ ઝડપથી વાપસી કરીશ’

ભારતીય ક્રિકેટર રહી ચૂકેલા યુવરાજ સિંહની પત્ની હેઝલ કિચે સોશિયલ મીડિયાથી બ્રેક લેવાનું નક્કી કર્યું છે. તેમણે છેલ્લી પોસ્ટ કરતા લખ્યું કે,’ હવે વર્ચ્યૂઅલ નહી પરંતુ રિયલ લાઇફને એન્જોય કરવા ઇચ્છું છું. જો કે તેમના ફેન્સ એવી અટકળ લગાવી રહ્યાં છે કે, હેઝલ કિચ પ્રેગ્નન્સીના કારણે બ્રેક લઇ રહી છે.
હેઝલ કિચે તેમના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, ‘મારો ફોન અને હું બ્રેક પર જઇ રહ્યા છીએ. મને ખબર છે, આપને આ નિર્ણય ખૂબ જ વિચિત્ર લાગતો હશે પરંતુ ક્યારેક આવા બ્રેકની પણ જરૂર હોય છે. આપણે એકબીજા પર નિર્ભર હોવાના બદલે વ્યક્તિગત રીતે કેવી રીતે યાદ રાખી શકીએ તે પણ મહત્વનું છે’
હું ઝડપથી નહીં કરૂ વાપસી
હેઝલ કિચે સોશિયલ મીડિયા પર લખ્યું કે, “મને મેસેજ કરવાના બદલે સીધો કોલ કરી શકો છો. સોશિયલ મીડિયા પર વાપસી કરીશ પરંતુ બહુ જલ્દી નહીં. મને રિયલ લાઇફ માટે શુભકામના આપો”
બર્થ ડે કર્યો હતો સેલિબ્રેટ થોડા સમય પહેલા હેઝલ કિચે તેમનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તેમના પતિ યુવરાજ સિંહે ઘરમાં પાર્ટીનું આયોજન કર્યું હતુ. આ પાર્ટી તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. જેમાં એક તસવીર જોઇને ફેન્સ અંદાજો લગાવી રહ્યાં છે કે કિચ પ્રેગ્નન્ટ છે.હેઝલે લાંબા બ્રેકની જાહેરાત કરતા ફેન્સ પ્રેગ્નન્સીના કારણને જ સાચું માની રહ્યાં છે.View this post on Instagram
વધુ વાંચો
Advertisement





















