શોધખોળ કરો
હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ, વાંધાજનક હાલતમાં ઝડપાઈ બોલિવૂડ-ટીવી એક્ટ્રેસ
પોલીસે બંગલા પર રેડ મારી દારૂ, ચરસ, કોકેઈન સહિત અનેક નશીલા ડ્રગ્સ જપ્ત કર્યા હતા.
![હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ, વાંધાજનક હાલતમાં ઝડપાઈ બોલિવૂડ-ટીવી એક્ટ્રેસ highprofile rave party busted bollywood actress arrested હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ, વાંધાજનક હાલતમાં ઝડપાઈ બોલિવૂડ-ટીવી એક્ટ્રેસ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/29071549/rave-party.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પોલીસે એક હાઈ પ્રોફાઈલ રેવ પાર્ટી પર રેડ પાડી હતી. કહેવાય છે કે, રાયગડ કીહિમ બીચ પર રેવ પાર્ટી એક આલીશાન બંગલામાં ચાલી રહી હતી. (તસવીર પ્રતિકાત્મક છે)
પોલીસે બંગલા પર રેડ મારી દારૂ, ચરસ, કોકેઈન સહિત અનેક નશીલા ડ્રગ્સ જપ્ત કર્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી અનેક પુરુષ અને મહિલાઓની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે રેવ પાર્ટીમાં કેટલાક જાણીતી બોલીવુડનીએ અને ટીવી એક્ટ્રેસ પણ સામેલ હતી. તેમાંથી કેટલીક અભિનેત્રીઓ તો વાંધાજનક સ્થિતિમાં ઝડપાઈ હતી. અટકાયતમાં લેવામાં આવેલા મોટાભાગનાઓ ડ્રગ્સનું સેવન કરેલી હાલતમાં હતાં.
આ ઉપરાંત પોલીસે બંગલામાંથી ડ્રગ ડીલર અને તેના સાથીદારોની પણ ધરપકડ કરી છે. જે બંગલામાં આ રેવ પાર્ટી ચાલી રહી હતી તે એક જાણીતા બિઝનેસમેનની હોવાનું સામે આવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)