શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસને લઈને રિતિક રોશનની જીભ લપસી! કહ્યું- તે માત્ર બહારથી હોટ અને સુંદર છે પણ અંદરથી તો.....
ઋતિકે આગળ કહ્યું કે, તે માત્ર બહારથી જ હોટ અને એટલી સુંદર છે, પરંતુ અંદરથી તો ક્યાંય ને ક્યાંક તે એક મજૂર જેવી છે.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર રિતિક રોશન અને એક્ટ્રેસ કેટરીના કૈફ અનેક ફિલ્મોમાં એક સાથે જોવા મળી ચૂક્યા છે. આ બન્નેની કેમિસટ્રી મોટા પડદે લોકોને ખૂબ પસંદ આવી છે. પરંતુ હાલમાં જ આપેલ એક ઇન્ટરવ્યૂમાં એક્ટરે કેટરીનાને ‘મજૂર’ ગણાવી છે.
બન્યું એવું કે કેટરિના અને ઋતિક શુક્રવારે એક ઈવેન્ટનો ભાગ બન્યા હતા. કેટરિના ત્યા હાજર જ હતી અને ઋતિક વીડિયો કોલ દ્વારા ઈવેન્ટનો ભાગ બન્યો હતો. એવામાં પોતાની કોસ્ટાર કેટરિના વિશે બોલતા ઋતિકે કહ્યું કે, હું અવાર નવાર કેટરિના વિશે આ વાત કરૂ છું અને તે પોતે આ વાતને બેઈજ્જતી માની લે છે. પરંતુ હું આ વાત એના વખાણ અને સન્માનની રીતે કહું છું. હું કેટરિનાને એક મજૂર કહું છું. તે આપણી વચ્ચે એક સારા કર્મચારી જેવી છે.
ઋતિકે આગળ કહ્યું કે, તે માત્ર બહારથી જ હોટ અને એટલી સુંદર છે, પરંતુ અંદરથી તો ક્યાંય ને ક્યાંક તે એક મજૂર જેવી છે. તે અંદરથી એક એવી શખ્સ છે કે જે પોતાના કામ માટે તનતોડ મહેનત કરે છે. ઋતિકે કહ્યું કે તે એટલી જોરદાર મહેનત કરે છે કે મારા માટે કામ આસાન થઈ જાય છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, હૃતિક રોશન આગામી થ્રીલર ફિલ્મ ‘વૉર’માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે ટાઈગર શ્રોફ જોવા મળશે. કેટરીના કૈફ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement