શોધખોળ કરો
Advertisement
ફીસ મામલે ઋતિક રોશને શાહરુખ-સલમાનને પાછળ છોડ્યા, આગામી ફિલ્મની ફીસ જાણીને ઉડી જશે હોંશ !, જાણો વિગત
ઋતિક આગામી ફિલ્મ ‘ઋતિક વર્સિઝ ટાઈગર’ કરવાનો છે. આ ફિલ્મ માટે તેણે ફીસ મામલે શાહરુખ, સલમાન જેવા સ્ટારને પણ પાછળ પાડી દીધા છે.
મુંબઈ: બોલિવુડના 'ગ્રીક ગોડ' ઋતિક રોશન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘સુપર 30’ને લઈને ચર્ચામા છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ 12 જુલાઈએ રિલીઝ થવાની છે. તેના બાદ ઋતિક યશરાજ ફિલ્મ્સની આગામી મૂવીમાં નજર આવશે. અને આ ફિલ્મ માટે તેને મોટી ફીસ પણ ચુકવવામાં આવી છે. જે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે.
ઋતિક આગામી ફિલ્મ ‘ઋતિક વર્સિઝ ટાઈગર’ કરવાનો છે. આ ફિલ્મ માટે તેણે ફિસ મામલે શાહરુખ, સલમાન જેવા સ્ટારને પણ પાછળ પાડી દીધા છે. તેને ફિલ્મ માટે 48 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે. આ ખૂબજ મોટી એક્શન ફિલ્મ હશે.
માત્ર ઋતિક જ નહી, ટાઈગરે પણ આ ફિલ્મ માટે પોતાના સમકાલની એક્ટર્સની તુલનામાં મોટી ફીસ લીધી છે. જો કે બોલિવૂડના અનેક સુપરસ્ટાર્સ આજે પોતાની ફિલ્મોના પ્રોફિટમાં એક નક્કી કરેલી રકમ લે છે. એવામાં ઋતિક પ્રોફિટ પરસેન્ટેજ તો નથી લેતો પણ પોતાની ફીસ વધારે ચાર્જ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement