શોધખોળ કરો
બૂટ પોલિશ કરતો યુવક બન્યો ‘ઈન્ડિયન આઈડલ’નો વિનર, લાખો રૂપિયાનો થયો વરસાદ, જાણો ઈનામમાં શું મળ્યું?
સની હિન્દુસ્તાનીને 25 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. તેમજ ભૂષણ કુમારે તેને ટી-સિરીઝમાં આગળની ફિલ્મમાં ગાવા માટે કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો.
![બૂટ પોલિશ કરતો યુવક બન્યો ‘ઈન્ડિયન આઈડલ’નો વિનર, લાખો રૂપિયાનો થયો વરસાદ, જાણો ઈનામમાં શું મળ્યું? Indian Idol 11 Grand Finale: Sunny Hindustani wins બૂટ પોલિશ કરતો યુવક બન્યો ‘ઈન્ડિયન આઈડલ’નો વિનર, લાખો રૂપિયાનો થયો વરસાદ, જાણો ઈનામમાં શું મળ્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/24153351/Facebook.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: ઈન્ડિયન આઈડલનો ખિતાબ સની હિન્દુસ્તાનીએ પોતાના નામે કર્યો છે. ભટિંડાના ખુબ ગરીબ પરિવારમાંથી આવનાર સની આ શોમાં આવતાં પહેલા બૂટ પોલિશ કરતો હતો. તેમજ તેની માતા ફુગ્ગા વેચતીને પોતાનું ગુજરાના ચલાવતી હતી. સનીએ આ અગાઉ જણાવ્યું હતું કે, એની માતા અનેકવાર બીજાના ઘરે ચોખા માંગવા પણ જતી હતી. આ દ્રશ્ય જોઈને સનીને ખુબ ખોટું લાગ્યું હતું.
સની હિન્દુસ્તાનીને 25 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. તેમજ ભૂષણ કુમારે તેને ટી-સિરીઝમાં આગળની ફિલ્મમાં ગાવા માટે કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો. આ સાથે જ એક ટાટાની નવી કાર એલ્ટ્રોજ મળી હતી.
પ્રથમ અને બીજા રનર અપને 5-5 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પહેલા રનર અપ તરીકે રોહિત રાઉત અને બીજા નંબરે ઓંકાના મુખર્જીએ બાજી મારી હતી. ગ્રાન્ડ ફિનાલેમાં દરેક સ્પર્ધકે એકદમ જોશ સાથે પરફોર્મ કર્યું હતું.
ઈન્ડિયન આઈડલના પાંચ ટોપ કંટેસ્ટેંટની વાત કરીએ તો, ભટિંડાના સન્ન હિન્દુસ્તાની, લાતૂરના રોહિત રાઉત, અમૃતસરના રિધમ કલ્યાણ, કલકત્તાના અદ્રિજ ઘોષ અને ઓંકના મુખર્જીએ જગ્યા બનાવી હતી.
![બૂટ પોલિશ કરતો યુવક બન્યો ‘ઈન્ડિયન આઈડલ’નો વિનર, લાખો રૂપિયાનો થયો વરસાદ, જાણો ઈનામમાં શું મળ્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/24152804/Indian-Idol1.jpg)
![બૂટ પોલિશ કરતો યુવક બન્યો ‘ઈન્ડિયન આઈડલ’નો વિનર, લાખો રૂપિયાનો થયો વરસાદ, જાણો ઈનામમાં શું મળ્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/24152822/Indian-Idol.jpg)
![બૂટ પોલિશ કરતો યુવક બન્યો ‘ઈન્ડિયન આઈડલ’નો વિનર, લાખો રૂપિયાનો થયો વરસાદ, જાણો ઈનામમાં શું મળ્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/24153041/Indian-Idol3.jpg)
The #IndianIdol11 title goes to #SunnyHindustani.
— Sony TV (@SonyTV) February 23, 2020
Congratulations @sunny_singer11#IndianIdolGrandFinale pic.twitter.com/ESzXxKznae
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)