શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ હોટ એક્ટ્રેસ સાથે મળીને અમેરિકામાં ઘર શોધી રહ્યો છે ‘બાહુબલી’ પ્રભાસ! શું લગ્નની તૈયારી થઈ રહી છે?
પ્રભાસ અને અનુષ્કા હાલમાં જ લોસ એન્જલ્સમાં જોવા મળ્યા હતાં અને બંન્ને એક મકાનની શોધમાં છે.
નવી દિલ્હીઃ સાઉથના દિગ્ગજ અભિનેતા પ્રભાસ હાલમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સાહો’ને લઈને ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં જ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થયું છે, જે અત્યાર સુધી સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે. સુજીત દ્વારા નિર્દેશિત ફિલ્મ સાહો 30 ઓગસ્ટ સુધી તેલુગુ, હિન્દી, તમિલ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. બીજી બાજુ એક સમાચાર સામે આવ્યા છે કે હાલમાં પ્રભાસ સાઉથની જાણીતી અભિનેત્રી અનુષ્કા શેટ્ટીની સાથે મળીને લોસ એન્જલસમાં ઘર શોધી રહ્યા છે.
પ્રભાસ અને અનુષ્કા હાલમાં જ લોસ એન્જલ્સમાં જોવા મળ્યા હતાં અને બંન્ને એક મકાનની શોધમાં છે. અહેવાલ પ્રમાણે પ્રભાસે હાલમાં અનુષ્કા માટે સાહોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખ્યું હતું. આમ પણ આ જોડીની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ દર વખતે બંન્ને માત્ર અફવાનું નામ આપે છે.
‘બાહુબલી’, ‘બાહુબલી 2’, ‘મિર્ચી’ અને ‘બિલ્લા’ જેવી ફિલ્મોમાં પ્રભાસ અને અનુષ્કાની જોડી એક સાથે જોવા મળી ચુકી છે. હવે લોસ એન્જેલસમાં ઘરની શોધવાના સમાચાર સાચા છે કે ખોટા તે તો આવનારો સમય જ જણાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion