શોધખોળ કરો
Advertisement
અભિનેત્રી સ્વરા ભાસ્કર હવે આ પત્રકારને કરે છે ડેટ? નામ જાણીને આંચકો લાગશે
સ્વરા આજકાલ સ્વ. એક્ટર ગિરીશ કર્નાડના પુત્ર રઘુ કર્નાડને ડેટ કરી રહી છે. બંને આજકાલ સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યાં છે. થોડાં સમય પહેલાં જ બંને એક મૂવીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યાં હતાં.
મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલમાં પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવી છે. સૂત્રો પ્રમાણે, રાઈટર હિમાંશુ શર્મા સાથેના બ્રેકઅપ બાદ હવે સ્વરા ભાસ્કરના જીવનમાં નવી એક વ્યક્તિની એન્ટ્રી થઈ છે. સ્વરા હવે સિંગલ નથી પરંતુ અન્ય કોઈને ડેટ કરી રહી છે.
સ્વરા આજકાલ સ્વ. એક્ટર ગિરીશ કર્નાડના પુત્ર રઘુ કર્નાડને ડેટ કરી રહી છે. બંને આજકાલ સાથે ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યાં છે. થોડાં સમય પહેલાં જ બંને એક મૂવીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળ્યાં હતાં. સ્ક્રીનિંગ બાદ બંને સાથે જ બહાર પણ જોવા મળ્યાં હતાં અને ડિનર પણ સાથે જ કર્યું હતું.
રઘુ કર્નાડ પત્રકાર તથા રાઈટર છે. સ્વરા તથા રઘુ વચ્ચેની ફ્રેન્ડશીપ દિવસે-દિવસે સ્ટ્રોંગ બનતી જોવા મળી રહી છે. બંનેની કેમિસ્ટ્રી પણ સારી લાગે છે. જોકે રઘુ અને સ્વરાએ હજી સુધી પોતાના આ સંબંધોને લઈ કોઈ ખુલાસો કર્યો નથી.
સૂત્રો પ્રમાણે, સ્વરા તથા હિમાંશુ પાંચ વર્ષથી એકબીજાને ડેટ કરતાં હતાં. જોકે તેઓ પોતાના સંબંધને આગળ લઈ જવા માંગતા નહોતાં. જેના કારણે તેમણે બ્રેક-અપનો નિર્ણય લીધો હતો. હાલમાં બંને સારા મિત્રો છે અને એકબીજા સાથે વાત કરે છે. બંનેના પરિવારને પણ તેમના બ્રેકઅપ અંગેની જાણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement