શોધખોળ કરો
Advertisement
ઈશાન ખટ્ટરે ઉડાવી આ હોટ એક્ટ્રેસની મજાક, જાનવર સાથે કરી તુલના
ઇશાને દીપિકાની એક પોસ્ટ તસવીર પર કમેન્ટ કરતા પૂછ્યું કે શું આ ‘Chewbacca’ છે? તમને જણાવી દઈએ કે ‘Chewbacca’ ફિલ્મ ‘સ્ટાર વોર્સ’નું એક પાત્ર છે.
મુંબઈઃ અભિનેતા ઈશાન ખટ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રહે છે. સાથે જ તે લોકોની તસવીર પર કોમેન્ટ પણ કરે છે. આ વખતે ઈશાને અભિનેત્રી દીપિકા પાદુકોણની એક તસવીર પર મજેદાર કોમેન્ટ કરી છે. તેણે દીપિકાને જાણીતી ‘સ્ટાર વોર્સ’ ફ્રેન્ચાઈઝીના ફિક્શનલ કેરેક્ટરના આધારે ચિઉબાક્કા ‘Chewbacca’ કહ્યું છે.
ઇશાને દીપિકાની એક પોસ્ટ તસવીર પર કમેન્ટ કરતા પૂછ્યું કે શું આ ‘Chewbacca’ છે? તમને જણાવી દઈએ કે ‘Chewbacca’ ફિલ્મ ‘સ્ટાર વોર્સ’નું એક પાત્ર છે. ઉલ્લેખનીય છે કે દીપિકાએ આ ઇવેન્ટ પહેલા હેર સ્ટાઈલનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેમાં દીપિકાના બધા વાળ તેના મોઢા પર દેખાઈ રહ્યા છે.
ઈશાન દ્વારા દીપિકાને ટ્રોલ કર્યા બાદ અન્ય ફેન્સે પણ દીપિકાને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે હોલિવૂડની ફેમસ સિરીઝ સ્ટાર વોર્સમાં ‘Chewbacca’એ વોરિયરનો રોલ પ્લે કર્યો હતો જે ગેલેક્સીના સૌથી જાંબાઝ યોદ્ધાઓમાંથી એક હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement