શોધખોળ કરો
Advertisement
કાજોલ-અજય દેવગનનો ‘તાનાજી’ અંદાજનો નવો લુક થયો વાયરલ, જુઓ તસવીર
આ ખૂબસૂરત તસવીરમાં કાજોલ અને અજય દેવગન પોતાની ફિલ્મી ભૂમિકામાં શાનદાર નજર આવી રહ્યાં છે. આ તસવીરને કાજોલે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફેન્સ આ તસવીરની ખૂબ પ્રશંસા અને કોમેન્ટ્સ કરી રહ્યાં છે.
મુંબઈ: બૉલિવૂડ એક્ટર અજય દેવગન અને કાજલ ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’માં એકસાથે નજર આવશે. જેનું ટ્રેલર પણ થોડા દિવસ પહેલા રિલીઝ થઈ ગયું છે. જેને ઘણો સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ત્યારે હવે અજય અને કાજલનો ‘તાનાજી’નો નવો લુક સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ ખૂબસૂરત તસવીરમાં કાજોલ અને અજય દેવગન પોતાની ફિલ્મી ભૂમિકામાં શાનદાર નજર આવી રહ્યાં છે. આ તસવીરને કાજોલે સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફેન્સ આ તસવીરની ખૂબ પ્રશંસા અને કોમેન્ટ્સ કરી રહ્યાં છે.
તસવીર શેર કરીને કાજોલે કેપ્શન પણ આપ્યું છે. તેણે લખ્યું કે, “અમે ભૂમિકામાં છે કે નહીં ? અંદાજો લગાવો”. વાસ્તવમાં ફિલ્મમાં પણ કાજોલ, અજય દેવગનની પત્નીની ભૂમિકા ભજવી રહી છે, જ્યારે રિયલ લાઈફમાં પણ આ સ્ટાર કપલને ફેન્સ ખૂબ પસંદ કરે છે. ચાહકો એકવાર ફરી કાજોલ અને અજયની જોડીને પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.
ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર નું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મ 10 જાન્યુઆરી, 2020ના રોજ રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement