શોધખોળ કરો
Advertisement
કામ્યા પંજાબી બોયફ્રેન્ડ સાથે કરશે લગ્ન, સામે આવ્યું લગ્નનું કાર્ડ, જાણો વિગતે
કામ્યા અને શલભના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કાર્ડ સામે આવ્યા બાદ કપલના ફેંસ લગ્નને લઈ ઘણા ઉત્સાહિત છે.
ટેવીવિઝન એક્ટ્રેસ કામ્યા પંજાબી ટૂંક સમયમાં બિઝનેસમેન બોયફ્રેન્ડ શલભ સાથે લગ્નના બંધનમાં બંધાશે. ઘણા સમયથી કામ્યા અને શલભ તેમના રિલેશનને લઈ સમાચારમાં હતા. કામ્યા પંજાબીએ તેના લગ્નના કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આશરે એક વર્ષના રિલેશન બાદ બંનેએ લગ્ન કરવાનો ફેંસલો લીધો છે.
કામ્યા અને શલભના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કાર્ડ સામે આવ્યા બાદ કપલના ફેંસ લગ્નને લઈ ઘણા ઉત્સાહિત છે. 10 ફેબ્રુઆરી દિલ્હી નિવાસી શલભ ડાંગ સાથે તે લગ્નના બંધનમાં બંધાશે અને તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.View this post on Instagram
થોડા સમય પહેલા કામ્યાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું, અમે ક્યારે લગ્ન કરવાના છીએ તેનો ખુલાસો ન કરી શકું પરંતુ લગ્નની તૈયારી ચાલી રહી છે. અમે લોકો ખૂબ ઉત્સાહિત છીએ. મેં પહેલા જ મારા મિત્રોને કહી દીધું હતું કે તેઓ તૈયારી કરી લે.View this post on Instagram
થોડા મહિના પહેલા કામ્યા પંજાબીએ કરવાચોથનું વ્રત પણ રાખ્યું હતું અને તેની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. કામ્યા સતત તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion