શોધખોળ કરો
ફર્સ્ટ કિસ અંગે બોલિવૂડની આ હોટ એક્ટ્રેસે દિલ ખોલીને કરી વાત, કેવા લોચા પડ્યા હતા તેનો કર્યો ખુલાસો
ફર્સ્ટ કિસ અંગે કંગનાએ કહ્યું હતું કે જે રીતે લોકો આ અંગે વાત કરે છે તેવું કશુંય તેની સાથે નહોતું થયું.
મુંબઈઃ એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાની પ્રથમ કિસ વિશે ખુલીને વાત કરી હતી. તેનું કહેવું હતું કે, પ્રથમ ‘કિસ’ તેના માટે બુલકિલ મેજિકલ ન હતી. અને તે ખૂબ જ અજીવ અને ખરાબ અનુભવ સાબિત થયો હતો. 18 વર્ષની ઉંમરે જ બોલિવુડમાં આવનારી કંગનાએ જણાવ્યું હતું કે, તે ચંદીગઢમાં રહેતી હતી ત્યારે એક વ્યક્તિના પ્રેમમાં હતી, અને તે તેનાથી દસ વર્ષ મોટો હતો.
ફર્સ્ટ કિસ અંગે કંગનાએ કહ્યું હતું કે જે રીતે લોકો આ અંગે વાત કરે છે તેવું કશુંય તેની સાથે નહોતું થયું. કિસ કરતી વખતે કોઈ લોચા ન પડે તે માટે તેણે પોતાની હથેળી પર કિસિગની પ્રેક્ટિસ કરી હતી, પરંતુ તે કામમાં નહોતી આવી.
ફર્સ્ટ કિસ અંગે કંગનાએ કહ્યું હતું કે તેને કિસ કરવાનો કોઈ અનુભવ તો નહોતો. આખરે હથેળી પર ઘણી પ્રેક્ટિસ કર્યા બાદ ખરેખર પ્રેમીને કિસ કરવાની ઘડી આવી ત્યારે તે જાણે થીજી ગઈ હતી. તેનો પ્રેમી તેને કિસ કરવા ટ્રાય કરી રહ્યો હતો, પરંતુ કંગનાના હોઠ એકદમ સજ્જડ થઈ ગયા હતા, અને તેનું મો ખૂલી જ નહોતું રહ્યું.
કંગના પોતાના પ્રેમી સાથે ડેટ પર જતી ત્યારે પણ પોતાની કોઈ ફ્રેન્ડને લઈને જતી હતી. તેનો પ્રેમી તેને એવું કહીને ચીઢવતો કે તું હજુ બેબી જ છે. પ્રેમીના મોઢે આવી વાતો સાંભળી કંગનાનું દિલ તૂટી જતું, પરંતુ તે પોતાના પ્રેમીને છોડવા તો જરાય તૈયાર નહોતી. અભિનેત્રીએ કહ્યું હતું કે તેણે પોતાના પ્રેમીને પોતાને મોટી થવાનો ચાન્સ આપવા રીતસરની આજીજી કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
અમદાવાદ
ગુજરાત
Advertisement