શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસે આમિર ખાન પર સાધ્યું નિશાન, કહ્યું- આ તો કટ્ટરપંથી છે
કંગના રનૌતે આમિરના વિવાદની વચ્ચે તેના જૂના નિવેદનને લઈને આમિર ખાન પર કટાક્ષ કર્યો છે.
મુંબઈઃ બોલિવૂડ કંગના બોલિવૂડ અને દેશ સાથે જોડાયેલ દરેક મુદ્દા પર બિન્દાસ રીતે પોતાનો મત રાખે છે. સુશાંત સિંહ રાજપૂત કેસ હોય કે પરિવારવાદની વાત હોય તે આગળ આવીને બોલે છે. ત્યારે હવે કંગનાએ આમિર ખાન પર નિશાન સાધ્યું છે. આમિર ખાન હાલમાં તુર્કીમાં પોતાની અપકમિંગ ફઇલ્મ ‘લાલ સરિંહ ચડ્ઢા’ના શૂટિંગ માટે પહોંચ્યા છે. પરંતુ તુર્કીના પ્રથમ મહિલા એમીન એર્દોગન સાથે મુલાકાત કરીને વિવાદમાં આવી ગયો છે.
કંગના રનૌતે આમિરના વિવાદની વચ્ચે તેના જૂના નિવેદનને લઈને આમિર ખાન પર કટાક્ષ કર્યો છે. આમિરે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તે હિંદુત્વનો થોડું ઘણું માને છે પરંતુ તે પોતાના બાળકોને કડકાઈ સાથે ઇસ્લામ ફોલો કરવાની સલાહ આપશે. તેમણે કહ્યું હતું કે, “હું અને પત્ની પોત પોતાની રીતે જીવન જીવીએ છીએ. અમે બન્ને એક બીજા પર ધર્મ ઢોળતા નથી, પરંતુ હું મારા બાળકોને સલાહ આપીશ તે ઇસ્લામને જ ફોલો કરે.”
કંગના રનૌતની ટીમે આ નિવેદનવાળા એક અહેવાલને ટ્વીટ કરતાં લખ્યું કે, “હિંદુ+મુસ્લિમ=મુસ્લિમ. આ તો કટ્ટરપંથી છે. બે અલગ અલગ ધર્મમાં લગ્ન કરવાનો માત્ર એ મતલબ નથી થતો કે જીન્સ અને રીતભાત જ એવા થશે. બીજા ધર્મમાં લગ્ન કરવાનો મતલ બોય છો કે બે ધર્મનું પણ મિલન થાય. તેનું એકબીજામાં મિલન થાય. બાળકોને અલ્હાની ઇબાદત પણ શીખવાડો અને શ્રી કૃષ્ણની ભક્તિ પણ. આ જ ધર્મ-નિરપેક્ષતા છે ને?” બધાની રગોમાં રામ અને કૃષ્ણનું લોહી કંગના રનૌત ટીમે એક ટ્વીટમાં લખ્યું, “તમે તો સૌથી વધારે સહિષ્ણુ હતા, તમે ક્યારથી હિંદુત્વ માટે અસહિષ્ણુ થઈ ગયા? હિંદુ માતાઓની સંતાનો જેની નસોમાં શ્રી કૃષ્ણ અને શ્રીરામનું લોહી વહે છે, સનાનત ધર્મ, ભારતીય સભ્યતા, અહીંની સંસ્કૃતિ જેની ધરોહર છે, તે માત્ર અને માત્ર ઇસ્લામને જ ફોલો કરશે, આવું કેમ?”Hindu + Muslim = Muslim Yeh toh kattarpanthi hai,outcome of a marriage is not just a blend of genes and cultures but even religions. Bachchon ko Allah ki ebadat bhi seekhayein aur Shri Krishn ki Bhakti bhi, yehi secularism hai na? @aamir_khan https://t.co/qo1ZOLNR7K
— Kangana Ranaut (@KanganaTeam) August 17, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement