બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ પતિની દમદાર બૉડી શેપ જોઇને થઇ ગઇ દંગ, એક્સરસાઇઝ કરતા વીડિયો પર કરી આવી કૉમેન્ટ, જુઓ વીડિયો
કરણ ફિટનેસને લઇને ખુબ ગંભીર દેખાય છે. પોતાના દિવસના કેટલાક કલાકો તે વર્કઆઉટ કરવા જરૂર કાઢે છે. કરણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કરણ એકદમ કઠીને એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને શેર કરતા કરણે કેપ્શન આપતા - લેવિટેટ લખ્યું છે. કરણની આ એક્સરસાઇઝ જોઇને સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે આ કરવુ કેટલુ કઠિન હશે.
![બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ પતિની દમદાર બૉડી શેપ જોઇને થઇ ગઇ દંગ, એક્સરસાઇઝ કરતા વીડિયો પર કરી આવી કૉમેન્ટ, જુઓ વીડિયો Karan Grover shared the exercise video Bollywood actress Bipasha Basu fell in love with husband again બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ પતિની દમદાર બૉડી શેપ જોઇને થઇ ગઇ દંગ, એક્સરસાઇઝ કરતા વીડિયો પર કરી આવી કૉમેન્ટ, જુઓ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/16/2fa50ce13c050f76860771f96f07d6aa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ અને તેના પતિ કરણ સિંહ ગ્રોવરની પ્રેમ કહાની દરેક વ્યક્તિ વાકેફ છે. બન્નેની વચ્ચે સતત સોશ્યલ મીડિયાના માધ્યમથી અતૂટ પ્રેમ જોવા મળે છે. હવે બિપાશા બાસુએ કરણનો શેર કરવામાં આવેલા વીડિયો પર પ્રેમ લૂંટાવ્યો છે.
એકદમ કઠીન એક્સરસાઇઝ કરતાં દેખાયો કરણ....
ખરેખરમાં, કરણ ફિટનેસને લઇને ખુબ ગંભીર દેખાય છે. પોતાના દિવસના કેટલાક કલાકો તે વર્કઆઉટ કરવા જરૂર કાઢે છે. કરણે તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કરણ એકદમ કઠીને એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે. આ વીડિયોને શેર કરતા કરણે કેપ્શન આપતા - લેવિટેટ લખ્યું છે. કરણની આ એક્સરસાઇઝ જોઇને સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે આ કરવુ કેટલુ કઠિન હશે.
વર્ષ 2016માં કર્યા હતા લગ્ન....
કરણની પત્ની બિપાશા બાસુએ આ વીડિયો પર કૉમેન્ટ કરીને જોરદાર પ્રેમ લૂંટાવ્યો છે. બિપાશા બાસુએ કહ્યું કે- હવે તે આ જ એક્સરસાઇઝ એક હાથે કરે... ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં બન્નેએ લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ એક મીડિયાકર્મીએ જ્યારે તેમને બાળક વિશે પુછ્યુ તો કરણે કહ્યું- જીવનમાં બાળકનો જન્મ લેવો સામાન્ય છે, પરંતુ અમારે આ પહેલા કેટલીક તૈયારીઓ કરવી છે. ખાસ વાત છે કે બિપાશા બાસુ આગામી વર્ષોમાં ફિલ્મ ડેન્જરસ સાથે જોડાયેલા પડદા પર વાપસી કરશે.
તાજેતરમાં જ બિપાસએ પતિ સાથે વેકેશન એન્જૉય કર્યુ હતુ.....
બૉલીવુડ એક્ટ્રેસ બિપાશા બસુ બહુ લાંબા સમય બાદ હૉટ અંદાજમાં સામે આવી હતી. કામમાંથી બ્રેક લઇને એક્ટ્રેસ બિપાશા બસુ પતિ કરણ સિંહ ગ્રોવરની સાથે હાલ માલદીવમાં વેકેશન એન્જૉય કરવા ગઇ હતી, અહીંથી તેને ફેન્સ માટે કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
બિપાશાએ શેર કરી બિકીની તસવીરો.....
બિપાશા બસુએ પોતાની બિકીનીમાં કેટલીક હૉટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ તસવીરોમાં બિપાશા બસુ સ્વીમિંગ પુલના કિનારે બેઠેલી સુંદર દેખાઇ રહી હતી. તસવીરોમાં બિપાશા બસુએ પિન્ક બિકીનીમાં દેખાઇ રહી હતી. આની સાથે તેને બ્લેક શ્રગ કેરી કર્યુ છે, જે એકદમ સ્ટાઇલિશ લાગી રહી હતી. ફેન્સ બિપાશા બસુના બિકીની લૂકને ખુબ પસંદ કરી રહ્યાં હતાં.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)