શોધખોળ કરો

કોફી વીથ કરણ શો અંગે કરણ જોહરે નવી જાહેરાત કરી, હવે ફક્ત આ પ્લેટફોર્મ પર જ જોવા મળશે

Koffee With Karan: ફિલ્મમેકર કરણ જોહરે બુધવારે સવારે જાહેરાત કરી હતી કે તે પોતાના ચેટ શો કોફી વીથ કરણની નવી સીઝન સાથે નહીં આવે.

Koffee With Karan: ફિલ્મમેકર કરણ જોહરે બુધવારે સવારે જાહેરાત કરી હતી કે તે પોતાના ચેટ શો કોફી વીથ કરણની નવી સીઝન સાથે નહીં આવે. આ જાહેરાત બાદ કોફી વીથ કરણ શોના ચાહકો ઘણા નિરાશ થયા હતા. કરણના આ ચેટ શોમાં બોલીવુડની સેલિબ્રીટીઓ આવે છે અને વાતચીત કરે છે સાથે જ મસ્તી પણ કરે છે. જો કે હવે આ શોના નિરાશ થયેલા ફેન્સ માટે હવે ખુશખબર આવી છે. કરણે પોતાના શોની સાતમી સીઝનની જાહેરાત કરી દીધી છે પરંતુ આ વખતે કોફી વીથ કરણ ટીવી પર નહી જોવા મળે.

કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને તેની નવી સીઝનની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા તેણે લખ્યું હતું કે, જરુરી જાહેરાત કરવી પડશે. આ સાથે કરણે જણાવ્યું કે, "કોફી વિથ કરણ સીઝન - 7 OTT પ્લેટફોર્મ પર આવવાની છે."

OTT પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમઃ
કરણે પોતાની પોસ્ટમાં લખ્યું- કોફી વિથ કરણ ટીવી પર કમબેક નથી કરી રહ્યો કારણ કે દરેક સારી વાર્તામાં ટ્વિસ્ટની જરૂર હોય છે. મને એ જણાવતા આનંદ થાય છે કે કોફી વિથ કરણની સીઝન 7 ફક્ત ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવશે. ફિલ્મોના મોટા સ્ટાર્સ કાઉચ પર બેસીને કોફી પીતા-પીતા પોલ ખોલવાના છે. કરણે આગળ લખ્યું - ઘણી બધી રમતો હશે, ઘણી અફવાઓ પર વિરામ મુકવામાં આવશે અને લવ, લોસ વિશે વાતો થશે જે આપણે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ. કોફી વિથ કરણ ટૂંક સમયમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

ચાહકો ઉત્સાહિત થયાઃ
કરણ જોહરની પોસ્ટ પર ઘણા સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે. ફરાહ ખાને ટિપ્પણી કરી - મને ખબર હતી. બીજી બાજુ, બી પ્રાકે ટિપ્પણી કરી – રાહ જોઈ શકતો નથી. આપને જણાવી દઈએ કે, આ પહેલાં કરણે પોસ્ટ શેર કરીને લખ્યું કે હું ભારે હૃદયથી કહું છું કે કોફી વિથ કરણ હવે પાછો નહી આવે. જે બાદ ચાહકો ચોંકી ગયા હતા. જો કે શો ટીવી પર નહી આવે પરંતુ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર આવશે.

ટોપ સ્ટોરી

તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
તો શું આમિર ખાનની હત્યા કરવા માંગતા હતા શૂટર્સ? ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસના મોટા ખુલાસા
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: શૂટર્સે સુરતના રસ્તે દિલ્હી ભાગવાનો બનાવ્યો હતો પ્લાન, પરંતુ છૂટી ગઈ હતી બસ
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
અજય દેવગનની ફિલ્મ'દ્રશ્યમ 3' એ તોડ્યો'બોર્ડર 2' નો રેકોર્ડ,  2026ની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે
થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે રામાયણ: પાર્ટ 1? રણબીરની ફિલ્મને મોટી માહિતી આવી સામે

વિડિઓઝ

CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કાળ ગણાય કે નહીં ? |
Hun To Bolish | હું તો બોલીશ | સરકારે માની ખેડૂતોની માગ ?
Hun To Bolish | હું તો બોલીશ | કોણે ફેંક્યો પડકાર ?, કોણે ઝીલ્યો પડકાર ?
Hun To Bolish | હું તો બોલીશ | આરોગ્ય મંત્રીનો આદેશ | abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
માનહાનિ કેસમાં રાહુલ ગાંધી નિર્દોષ જાહેર, અમિત શાહ વિરુદ્ધ નિવેદન આપવાનો હતો આરોપ
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
ગાંધીનગરમાં પોલીસ ભવન ખાતે કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન, અમિત ચાવડાની ઉગ્ર આંદોલનની ચીમકી
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
Gold Price: સોનાના ભાવમાં મોટો ઘટાડો, રેકોર્ડ હાઈથી 38600 રુપિયા તૂટ્યો ભાવ 
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી દંપત્તિએ કર્યો આપઘાત: રોજનું 42 હજાર વ્યાજ વસૂલતા હોવાનો આરોપ
Innova Hycross Facelift ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું થશે બદલાવ?
Innova Hycross Facelift ટૂંક સમયમાં થશે લોન્ચ, જાણો શું થશે બદલાવ?
Embed widget