શોધખોળ કરો
Advertisement
કિમ કર્દાશિયનના ચાહકો માટે સામે આવ્યા ખરાબ સમાચાર? કઈ બિમારીથી પીડાઈ રહી છે? જાણો વિગત
આ સંદર્ભે ડોક્ટરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ફક્ત એક જ પરીક્ષણ દ્વારા તેની પુષ્ટિ થઈ શકાતી નથી કે ખરેખર તેને બે રોગો થયા છે. તેમણે કહ્યું કે ઘણી વખત સકારાત્મક પરિણામો પણ પરીક્ષામાં ખોટી રીતે આવે છે.
અમેરિકાની ફેમસ રિયાલિટી ટીવી સ્ટાર કિમ કર્દાશિયન પણ એક મોડેલ છે. કિમ તેના શો સાથે તેની હોટ બોડી માટે પણ જાણીતી છે. તેના ચાહકો માટે થોડાં ખરાબ સમાચાર સામે આવ્યા છે કે તે બીમાર થઈ ગઈ છે. તાજેતરના પરીક્ષણોમાં, તેને લ્યુપસ અને સંધિવા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. અહેવાલો મુજબ, તેના કાર્યક્રમના એક એપિસોડ દરમિયાન કિમ કર્દાશિયને તેની સમસ્યાની ફરિયાદ કરી હતી ત્યાર બાદ તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કિમને પહેલેથી જ સાંધામાં સોજો, માથાનો દુખાવો, નબળાઈ જેવી સમસ્યાઓ હતી ત્યાર બાદ તેના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. તેના ડોક્ટરે પરીક્ષણ પછી કહ્યું હતું કે, તેના એન્ટિબોડીઝમાં લ્યુપસ અને રુમેટોઈડ સંધિવાના હકારાત્મક સંકેતો જોવા મળ્યા છે. એટલે કે જો તેની યોગ્ય સમયસર સારવાર કરવામાં ન આવે તો આ રોગ પણ વધી શકે છે.
આ સંદર્ભે ડોક્ટરે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ફક્ત એક જ પરીક્ષણ દ્વારા તેની પુષ્ટિ થઈ શકાતી નથી કે ખરેખર તેને બે રોગો થયા છે. તેમણે કહ્યું કે ઘણી વખત સકારાત્મક પરિણામો પણ પરીક્ષામાં ખોટી રીતે આવે છે.
કિમ તેની બહેન ક્લો કર્દાશિયન સાથે હતી જ્યારે તેને આ સમાચારની જાણ થઈ હતી અને ત્યાર બાદ તેણે તેની બહેન કાઈલી જેનર અને માતા ક્રિસ જેનરને આ માહિતી આપી હતી. આનાથી તે થોડી નિરાશ જોવા મળી હતી. પરંતુ હવે તે સાવધાન થઈ ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion