શોધખોળ કરો
સલમાન નહીં પણ વિકી કૌશલને ડેટ કરી રહી છે આ હોટ એક્ટ્રેસ! ઘણીવાર સાથે ફરતા જોવા મળ્યા છે
અહેવાલ તો એવા પણ હતા કે બન્ને ફિલ્મમાં સાથે જોવા મળશે. પણ હજુ સુધી આવી કોઈ વાત સામે આવી નથી.

નવી દિલ્હીઃ વિકી કૌશલે ફિલ્મ સંજૂથી લોકપ્રિયાત મેળવી છે. આ કારણે તેની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફ પણ ચર્ચાનો વિષય બની જાય છે. વિકીએ થોડા સમય પહેલા કહ્યું હતું કે, તે હરલીન સેઠી સાથે રિલેશનશિપમાં ચે પરંતુ આવાત સામે આવ્યાના થોડા દિવસ બાદ જ બન્ને વચ્ચે બ્રેકઅપના અહેવાલ આવ્યા હતા. ત્યારથી જ એવા અહેવાલ પણ સામે આવ્યા હતા કે વિકી કેટરીના કૈફની નજીક જવાને કારણે તેના સંબંધ તૂટ્યા છે. હજુ પણ ઘણાં અહેવાલ આવી રહ્યા છે જેમાં કહેવાઈ રહ્યું છે કે આ બન્ને સ્ટાર્સ સીક્રેટ રિલેશનમાં છે.
કેટરીના અને વિકીના કોમન ફ્રેન્ડે કપલની રિલેશનશીપ અંગે ખુલાસો કર્યો છે. મીડિયા સાથે વાત કરતાં એક્ટર્સના ફ્રેન્ડે કહ્યું, “કેટરિના અને વિકી સિંગલ છે અને એકબીજાને ડેટ નથી કરતા. જ્યારે પણ તેઓ મળે ત્યારે એકબીજા સાથે ફ્લર્ટ કરે છે પરંતુ બંને રિલેશનશીપમાં નથી.” વિકી કૌશલ અને કેટરીના કૈફ ઘણીવાર સાથે જોવા મળ્યા છે. જેના કારણે તેમની વચ્ચે કંઈ રંધાઈ રહ્યું હોવાની અફવા ઉડી હતી. અહેવાલ તો એવા પણ હતા કે બન્ને ફિલ્મમાં સાથે જોવા મળશે. પણ હજુ સુધી આવી કોઈ વાત સામે આવી નથી.
કામની વાત કરીએ તો, વિકી કૌશલ હાલ તો ફિલ્મ ‘સરદાર ઉધમ સિંહ’ના બીજા શિડ્યુલ માટે અમૃતસરમાં છે. આ ઉપરાંત વિકી ‘તખ્ત’, ‘ભૂત પાર્ટ વન: ધ હોન્ટેડ શીપ’ અને મેઘના ગુલઝારની ફિલ્ડ માર્શલ સેમ માણેકશો પર બનનારી ફિલ્મમાં જોવા મળશે. તો કેટરીના કૈફ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
