શોધખોળ કરો
Advertisement
પ્લાસ્ટિક સર્જરીને કારણે ફરી એકવાર ટ્રોલ થઈ આ હોટ એક્ટ્રેસ, 17 વર્ષમાં આટલી બદલાઈ ગઈ
પોતાના લૂક્સને સારો કરવાના ચક્કરમાં કોયનાએ નાકની સર્જરી કરાવી હતી પરંતુ પ્લાસ્ટિક સર્જરીના કારણે તેનો લૂક જ બગડી ગયો.
મુંબઈઃ બિગ બોસ 13માં આવેલ બોલિવૂડ એક્ટ્રેસ કોયના મિત્રા લાંબા સમય બાદ પડદા પર ફરી જોવા મળી છે. પોતાની ફિલ્મ અપના સપના મની મનીમાં કામ કર્યા બાદ તે ઘણાં લાંબા સમયથી પડદાથી ગાયબ હતી. હવે જ્યારે તે બિગ બોસ 13માં આવી છે ત્યારે તેનો લુક જોઈને બધા ચોંકી ગયા છે.
કોયાનાના લોક્સથી લઈને તેની ફેશન સેન્સમાં પણ ફેરફાર જોવા મળ્યો છે. અહેવાલ છે કે, તેણે પોતાના ચહેરા પર અનેક સર્જરી કરાવી છે. જ્યારે 2002માં કોયનાએ બોલિવૂડ ફિલ્મ રોડથી એન્ટ્રી કરી હતી ત્યારે તે બિલકુલ અલગ દેખાતી હતી અને હવે તેનો દેખાવ એકદમ બદલાઈ ગયો છે.
પોતાના લૂક્સને સારો કરવાના ચક્કરમાં કોયનાએ નાકની સર્જરી કરાવી હતી પરંતુ પ્લાસ્ટિક સર્જરીના કારણે તેનો લૂક જ બગડી ગયો. એક સમયે એક્ટિંગ સિવાય ફિલ્મોમાં આઈટમ નંબર કરનારી આ એક્ટ્રેસને હવે કોઈ ફિલ્મ આપવા પણ તૈયાર નથી. કોયના આ જ કારણથી યૂઝર્સના નિશાને આવી છે.
એક યૂઝરે કોયનાની તસવીર પર કોમેન્ટ કરતા લખ્યું છે કે,’માઈકલ જેક્સન બિગ બોસમાં આવી ગયો’. માઈકલ જેક્સન પણ ઘણીવાર સર્જરી કરાવવાના કારણે ચર્ચામાં રહ્યો હતો તેવામાં યૂઝર્સે એક્ટ્રેસની સરખામણી માઈકલ સાથે કરી દીધી.
એક યૂઝરે તો લખ્યું કે, ‘કોયના તુ તો સર્જરીની દુકાન છે’, તો એકે વળી કહ્યું કે, મેં સાંભળ્યું છું કે પ્લાસ્ટિક સર્જરીના કારણે માત્ર તારો લૂક જ નહીં અવાજ પણ બદલાઈ ગયો.
બિગ બોસના ઘરમાં આવતા પહેલા કોયનાએ ઈન્ટરવ્યૂ દરમિયાન પ્લાસ્ટિક સર્જરી વિશે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે, ‘આ અમારી ઈન્ડસ્ટ્રીની સૌથી ખરાબ સ્ટોરી છે. ઘણા લોકોએ સર્જરી કરાવી છે પરંતુ કોઈ તેના વિશે વાત કરતુ નથી, જાણો કોઈ પાપ કર્યું હોય. આ મારી લાઈફનો એક ભાગ છે. જેના વિશે હું વાત કરવા માગતી નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement