શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બોલિવૂડની આ હોટ અક્ટ્રેસે કોરોનાને આપી મ્હાત, ફેન્સ અને ડૉક્ટર્સનો માન્યો આભાર
અભિનેત્રીએ ટ્વીટ કરી કે, “મને જણાવતા ખુશી થઈ રહી છે કે, મારો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ આખરે નેગેટિવ આવ્યો છે.
મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનને કોરોનાને મ્હાત આપી છે. કૃતિનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ વાતની જાણકારી ખુદ કૃતિએ ટ્વીટર પર આપી હતી અને ફેન્સ અને ડૉક્ટર્સનો આભાર માન્યો હતો.
કૃતિ સેનને ટ્વીટ કરી કે, “મને જણાવતા ખુશી થઈ રહી છે કે, મારો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ આખરે નેગેટિવ આવ્યો છે. બીએમસીના અધિકારીઓ, માનનીય આસિસ્ટન્ટ કમિશ્નર મિસ્ટર વિશ્વાસ મોટે અને મારા ડૉક્ટર્સનો આભાર જેઓએ મારી મદદ કરી અને મારું ધ્યાન રાખ્યું. અને આપ તમામનો પણ આભાર કે તમે મને દુઆઓ અને પ્રેમ આપ્યો.”
ઉલ્લેખનીય છે કે, કૃતિ સેનન થોડા દિવસ પહેલા જ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઈ હતી. કૃતિ, રાજકુમાર રાવ સાથં ચંડીગઢમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. જો કે કોરોના સંક્રમિત થયા બાદ મુંબઈ પરત આવી હતી અને પોતાને ક્વોરન્ટાઈન કરી લીધું હતું.
કૃતિ સેનના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે જલ્દીજ ફિલ્મ મીમીમાં નજર આવશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, મનોજ પાહવા, સુપ્રિયા પાઠક અને સાઈ તામ્હનકર છે. આ ફિલ્મને ડાયરેક્ટર લક્ષ્મણ ઉટકરે બનાવી છે.View this post on Instagram
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion