શોધખોળ કરો

વધુ એક એક્ટરે છોડ્યો 'તારક મહેતા' શો, ખુદ જાહેરાત કરતાં કહ્યું - રજા લઈ રહ્યો છું, જુઓ વીડિયો

Kush Shah Quit TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શરૂઆતથી જ શોમાં 'ગોલી'નું પાત્ર ભજવી રહેલા અભિનેતા કુશ શાહે શો છોડી દીધો છે. તેણે પોતે આ માહિતી શેર કરી છે.

Kush Shah Quit TMKOC: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક ખૂબ જ લોકપ્રિય ટીવી શો છે. કોમેડી પર આધારિત આ શોના ચાહકો દરેક ઉંમરના લોકો છે. 28 જુલાઈએ આ શો તેના 16 વર્ષ પૂરા કરવા જઈ રહ્યો છે. તે પહેલાં મેકર્સે તેમના દર્શકોને એક ખરાબ સમાચાર આપ્યા છે.

શુક્રવાર, 26 જુલાઈએ મેકર્સ દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં માહિતી આપવામાં આવી કે હવે એક પ્રખ્યાત અભિનેતાએ શો છોડી દીધો છે. અભિનેતાએ પોતે વીડિયોમાં તેમની સંપૂર્ણ સફર બતાવી અને કહ્યું કે હવે હું શોને અલવિદા કહી રહ્યો છું. જતાં જતાં તે અભિનેતા પોતાના 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના પરિવાર સાથે કેક કાપતો જોવા મળ્યો.

'ગોલી'એ છોડ્યો 'તારક મહેતા' શો

જણાવી દઈએ કે શોમાં 'ગોલી'નું પાત્ર ભજવનાર અભિનેતા કુશ શાહે શોને અલવિદા કહી દીધું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના યુટ્યુબ ચેનલ પર કુશનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આમાં શોમાં કુશની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર બતાવવામાં આવી છે. કુશ તેમના દર્શકોનો આભાર માની રહ્યા છે. તેમણે કહ્યું કે દર્શકોએ અને ગોકુલધામ સોસાયટીએ ખૂબ પ્રેમ આપ્યો છે.

View this post on Instagram
 
A post shared by Kush Shah (@iamkushshah_)

દર્શકોએ અને ગોકુલધામ પરિવારે ખૂબ પ્રેમ આપ્યો

યુટ્યુબ વીડિયોમાં કુશ શાહ કહી રહ્યા છે કે, 'નમસ્તે દર્શકો અને અમને પ્રેમ કરનારા નાના નાના બાળકો. હું તમારો ગોલી (ગુલાબકુમાર) તમને દિલથી પ્રણામ કરું છું. જ્યારે આ શો શરૂ થયો હતો, જ્યારે તમારી અને મારી પહેલી મુલાકાત થઈ હતી. ત્યારે હું ખૂબ નાનો હતો. તમે ત્યારથી લઈને અત્યાર સુધી મને ખૂબ પ્રેમ આપ્યો છે. જેટલો પ્રેમ તમે મને આપ્યો છે, એટલો જ પ્રેમ આ ગોકુલધામ પરિવારે મને આપ્યો છે. અહીં મારી ઘણી યાદો બની. મેં ખૂબ એન્જોય કર્યું'.

કુશ શાહે આગળ કહ્યું કે, 'મારું બાળપણ અહીં વીત્યું અને સૌથી મહત્વપૂર્ણ જ્યારે એક છોડ વૃક્ષ બને છે તો હું પણ અહીં મોટો થયો'. આ પછી કુશે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીનો આભાર માન્યો. કુશે જણાવ્યું કે, 'તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો અને મારા પાત્રને હંમેશા એટલું રસપ્રદ બનાવ્યું. તેમના વિશ્વાસને કારણે આ કુશ શાહ ગોલી બન્યો'.

આ પછી કુશે શોની સમગ્ર ટીમ સાથે કેક કાપી. તેમણે અસિત કુમાર મોદીને કેક ખવડાવી. અસિતે કહ્યું કે, કુશે ખૂબ મહેનત કરીને ગોલીના પાત્રમાં સ્થાન બનાવ્યું. ગોલી પ્રથમ દિવસથી લઈને અત્યાર સુધી સતત રહ્યો. અસિતે કુશનો આભાર પણ માન્યો.

ભાવુક થઈ ગયો કુશ શાહ

કુશ શાહ શોને અલવિદા કહેતા ભાવુક થઈ ગયા. તેમણે આગળ કહ્યું કે, 'મને આ શોમાં 16 વર્ષ પૂરા થઈ ગયા છે અને આ 16 વર્ષની જે સફર હતી તે ખૂબ સુંદર હતી. તે માત્ર તમારા પ્રેમને કારણે સુંદર રહી છે. તો તમારા પ્રેમને યાદ રાખીને હું આ શોથી વિદાય લઈ રહ્યો છું'.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget