ગાય સાથે દોસ્તીઃ ગાય સાથે મસ્તી કરતા માસૂમ બાળકનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો
માસુમ બાળકોના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા હોય છે. બાળકોની માસુમિયત જોઈને બધા લોકો ફીદા થઈ જતા હોય છે. બાળકો એટલા માસૂમ હોય છે કે તેઓ પોતાના દરેક કામ સ્વાર્થ વગર દિલથી કરે છે.
Trending Video: માસુમ બાળકોના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતા હોય છે. બાળકોની માસુમિયત જોઈને બધા લોકો ફીદા થઈ જતા હોય છે. બાળકો એટલા માસૂમ હોય છે કે તેઓ પોતાના દરેક કામ સ્વાર્થ વગર દિલથી કરે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે એક માસૂમ બાળકને ગાય સાથે રમતા જોઈ શકો છો. આ બાળક એટલો માસૂમ છે કે તે કોઈ પણ ડર રાખ્યા વગર ગાય પાસે રમી રહ્યો છે. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે આ નાનો બાળક ગાયનું મોં જમીન પર સુવડાવી દે છે અને પછી તે બાળક ગળા પર ચઢી જાય છે અને મસ્તી કરે છે. વીડિયો પરથી લાગે છે કે આ બાળકની ઉંમર 2 વર્ષ જેટલી જ હશે.
ગાયના ખોળામાં બાળકની મસ્તીઃ
એટલું જ નહીં, આ નાનો બાળક ગાય ઉપર બેસીને મસ્તી પણ કરી રહ્યો છે, પરંતુ ગાય તેને જરાય નુકસાન પહોંચાડતી નથી. આ પછી, આ બાળક જાય છે અને રમતા રમતા ગાયના ખોળામાં સૂઈ જાય છે, જ્યાં ગાય તેને પ્રેમથી ચાટવા લાગે છે અને બાળક પણ મજાથી સૂઈ જાય છે. ગાય પણ જાણે આ બાળક સાથે મસ્તીના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.
Bond of unconditional love ! ❤️ pic.twitter.com/Btgik7aIfO
— Ankita (@AnkitaBnsl) July 19, 2022
વીડિયો થયો વાયરલઃ
આ વીડિયોને અંકિતા નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- 'નિઃસ્વાર્થ પ્રેમનું બંધન.' 19 જુલાઈના રોજ પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1.2 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. 73 હજારથી વધુ ટ્વિટર યુઝર્સે પણ વીડિયોને લાઈક કર્યો છે.