શોધખોળ કરો
Advertisement
બે છોકરા બોલાવી ડાયરેક્ટરે રેપ સીન કરવા કહ્યું અને પછી રૂમમાં......
માનવીએ કહ્યું કે, બીજા રૂમમાં ફક્ત 2 લોકો હાજહ હતા જેથી મને ત્યાંનું વાતાવરણ યોગ્ય ન લાગ્યું.
નવી દિલ્હીઃ એક્ટ્રેસ માનવી ગગરુ છેલ્લે સની સિંહ સ્ટારર ફિલ્મ ઉજડા ચમનમાં જોવા મળી હતી. ફિલ્મો ઉપરાંત માનવી અનેક વેબ સીરીઝમાં પણ જોવા મળી છે. હાલમાં જ માનવીએ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાના શરૂઆતના દિવસોના અનુભવને લઈને ખુલાસો કર્યો છે. માનવીનું નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
એક ઇન્ટરવ્યુમાં માનવીએ જણાવ્યું કે, એક ઓડિશન દરમિયાન રેપ સીનને ફિલ્માવવાનું કહેવામાં આવ્યુ. જો કે ત્યાંની સ્થિતિ યોગ્ય ન લાગી. માનવીએ જણાવ્યું કે આ બધુ જોઇને હું તરત જ ત્યાંથી ભાગી ગઇ.
માનવીએ કહ્યું કે, બીજા રૂમમાં ફક્ત 2 લોકો હાજહ હતા જેથી મને ત્યાંનું વાતાવરણ યોગ્ય ન લાગ્યું. માનવીએ જણાવ્યું કે તે રૂમને તે લોકો પોતાની ઑફિસ કહી રહ્યાં હતાં અને ત્યાં બેડ પણ હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હું ત્યાંથી ભાગી ગઈ હતી.
જણાવી દઇએ કે ફિલ્મ ઉજડા ચમનમાં માનવી લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં સન્ની સિંહે એક એવા યુવકની ભુમિકા ભજવી જે ટકલાપણાની સમસ્યાથી ત્રસ્ત હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion