શોધખોળ કરો

કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન-2ના સેટ પર દુર્ઘટના, આસિસ્ટન્ટ ડાયરેક્ટર સહિત 3નાં મોત, 10 ઘાયલ

દુર્ઘટનાને લઈ ખુદ કમલ હાસને સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, મેં અનેક દુર્ઘટના જોઈ છે પરંતુ આજે જે દુર્ઘટના બની તે સૌથી ખતરનાક હતી. મેં મારા ત્રણ સહયોગી ગુમાવી દીધા છે.

ચેન્નાઈઃ જાણીતા એક્ટર અને પોલિટિશિયન કમલ હાસનની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન મોટી દુર્ઘટના બની છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. ક્રેન તૂટવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના બની ત્યારે ફિલ્મ ઈન્ડિયન-2નું શૂટિંગ ચાલતું હતું. કેવી રીતે બની ઘટના દુર્ઘટનામાં મધુ (પ્રોડક્શન આસિસ્ટન્ટ), કૃષ્ણા (આસિસ્ટન્ટ ડાયરેકટર) અને ચંદ્રન (આર્ટ આસિસ્ટન્ટ) નામના વ્યક્તિનું મોત થયું છે. ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ફિલ્મનું શૂટિંગ ચેન્નાઈ નજીક થઈ રહ્યું હતું. ઘટનાની જાણ થયા બાદ તરત જ કમલ હસન સ્થળ પર પહોંચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, એક ક્રૂ સભ્ય 150 ફૂટની ઊંચાઈ પર ક્રેન ઉપર લાઇટ સેટ કરી રહ્યો ત્યારે તે તૂટી જવાથી આ દુર્ઘટના બની હતી. કમલ હાસને શું કહ્યું દુર્ઘટનાને લઈ ખુદ કમલ હાસને સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી. તેણે ટ્વિટર પર લખ્યું, મેં અનેક દુર્ઘટના જોઈ છે પરંતુ આજે જે દુર્ઘટના બની તે સૌથી ખતરનાક હતી. મેં મારા ત્રણ સહયોગી ગુમાવી દીધા છે. તેમના પરિવારના સભ્યો પર આવી પડેલું સંકટ મારા દર્દથી અનેક ગણું વધારે છે. આ દુર્ઘટના માટે હું દુઃખ અને સંવેદના વ્યક્ત કરુ છું. શેના પર આધારિત છે ફિલ્મ ડાયરેક્ટર શંકર ઘટનાસ્થળની એકદમ નજીક કામ કરતા હતા, પરંતુ હાલ તે સુરક્ષિત છે. કમલ હાસન ફિલ્મ ઈન્ડિયન-2માં 90 વર્ષના વ્યક્તિનો રોલ કરતો જોવા મળશે. આ ફિલ્મ ભ્રષ્ટાચાર પર આધારિત હશે અને તેમાં ભ્રષ્ટાચાર સામેની લડાઇ બતાવાશે. કોણ-કોણ છે ફિલ્મમાં ફિલ્મમાં કાજલ અગ્રવાલ, રકુલ પ્રીત સિંહ, વિદ્યુત જામવાલ અને પ્રિયા ભવાની શંકર મુખ્ય રોલમાં છે. ઈન્ડિયન-2 1992માં આવેલી તમિલ બ્લોકબસ્ટર ઈન્ડિયનની સિકવલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું

IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ

Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત

આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?

Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન

અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ

અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ

Embed widget