શોધખોળ કરો
Advertisement
Lockdown ના કારણે ઉત્તરાખંડમાં ફસાયો છે આ સ્ટાર એક્ટર, પડી રહેલી મુશ્કેલી અંગે આપી માહિતી, જાણો વિગતે
મનોજ તેની પત્ની અને પુત્રી સાથે ઉત્તરાખંડમાં છે. લોકડાઉન પહેલા તે અહીં વેબ સીરિઝનું શૂટિંગ કરતો હતો.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર મનોજ રેટ કરી રહ્યો છે. વાજપેયી 51મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. જોકે તે ભલે તેનો જન્મદિવસ આ વખતે ઘર પર ન મનાવી શક્યો હોય પરંતુ તેને એક વાતની ખુશી છે કે હાલ તે પરિવાર સાથે છે. કોરોના વાયરસના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી મનોજ હાલ ઉત્તરાખંડમાં ફસાઈ ગયો છે.
મનોજ તેની પત્ની અને પુત્રી સાથે ઉત્તરાખંડમાં છે. લોકડાઉન પહેલા તે અહીં વેબ સીરિઝનું શૂટિંગ કરતો હતો. આ દરમિયાન તેણે પત્ની અને પુત્રીને થોડો સમય ત્યાં બોલાવી લીધા હતા. પરંતુ અચાનક થયેલા લોકડાઉનથી સમગ્ર પરિવાર ત્યાં ફસાઈ ગયો છે.
જેને લઈ મનોજે જણાવ્યું, હું મારા પરિવાર સાથે પહાડોમાં છું અને તેનાથી શ્રેષ્ઠ કંઈ ન હોઈ શકે. આ દરમિયાન તેણે લોકડાઉનથી થનારી મુશ્કેલીઓ અંગે વાત કરી. તેણે કહ્યું, હાલ બસ એક જ પરેશાની છે કે અમને લોકો આ જગ્યાથી બહાર જવાની મંજૂરી નથી. અહીંયા એક ઘરથી બીજું ઘર ઘણુ દૂર છે તેથી લોકો સાથે કોન્ટેક્ટ બહુ ઓછો થઈ શકે છે.
આ ઉપરાંત તેમે કહ્યું હું મારા સાસુ સસરાને લઈ થોડો ચિંતિત છું. તેઓ દિલ્હીમાં એકલા છે. મે સતત તેમની સાથે સંપર્કમાં છીએ અને મારા મિત્રો તેમને મળતા રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement