શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમાર સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે આ પૂર્વ મિસ વર્લ્ડ, જાણો વિગતે
મીડિયા અહેવાલ અનુસાર, અક્ષય અને માનુષી બાયોપિક પૃથ્વીરાજ ચૌહાણમાં લીડ કાસ્ટમાં હોઇ શકે છે. ફિલ્મ યશ રાજ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે.
નવી દિલ્હીઃ મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લે જ્યારથી આ ખિતાબ પોતાના નામે કર્યો છે ત્યારથી તેની બોલિવૂડમાં આવવાની ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ માનુષી પણ આમિર ખાન સાથે કામ કરવા આતુર છે. પરંતુ મીડિયા અહેવાલ અનુસાર માનુષી આમિર ખાન સાથે નહીં પણ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે.
મીડિયા અહેવાલ અનુસાર, અક્ષય અને માનુષી બાયોપિક પૃથ્વીરાજ ચૌહાણમાં લીડ કાસ્ટમાં હોઇ શકે છે. ફિલ્મ યશ રાજ ફિલ્મ્સ પ્રોડ્યુસ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, માનુષી છિલ્લર અક્ષય કુમાર સાથે બોલિવૂડની શપૂઆત કરી શકે છે. તેમણે 'પૃથ્વીરાજ ચૌહાણ'ની બાયોપિક માટે પણ કરાર કર્યા છે.
બાયોપિકમાં માનુષી સંયુક્તાની ભૂમિકા ભજવશે. ફિલ્મમાં અક્ષય કુમાર અને માનુષી વચ્ચે રોમાંસ જોવા મળશે. માનુષી વિશે વાત કરીએ તો આ દિવસોમાં અભિનય અને ડાન્સ વર્કશોપ પર વધારે ધ્યાન આપી રહી છે. આ પહેલા શાહરુખે સાથે માનુષી વિશે વાત ચાલી રહી હતી.
આ પહેલા માનુષી છિલ્લરે જણાવ્યું હતું કે તે ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર માનુષીનું નામ સૌથી પહેલા રણવીર સિંહ સાથે સાંભળ્યું હતું. એવું માનવામાં આવતું હતું કે તેણી રણવીર સાથે ફિલ્મોમાં પ્રવેશ કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion