શોધખોળ કરો
Advertisement
સંજય દત્તે ભેટમાં આપેલા 100 કરોડ રૂપિયાના 4 ફ્લેટ માન્યતાએ સંજુ બાબાને પાછા આપી દીધા, જાણો શું છે કારણ ?
બોલિવૂડ સ્ટાર સંજય દત્તે 2020માં પત્ની માન્યતાને 100 કરોડના 4 ફ્લેટ ગિફ્ટ કર્યાં હતા. જો કે માન્યતાએ બધા જ ફ્લેટ પરત કરી દીધા છે. શું છે મામલો જાણીએ...
બોલિવૂડ:બોલિવૂડ એક્ટર સંજય દત્તના માન્યતા સાથે આ ત્રીજા લગ્ન છે. તેમના બે બાળકો પણ છે. સંજય દત્ત હંમેશા તેમની જિંદગીમાં આવેલા સુધારા માટે માન્યતાને શ્રેય આપે છે. સંજય દત્ત માન્યતાને પ્રેમ પણ ખૂબ જ કરે છે. જો કે આ બધા જ વચ્ચે એક દંગ કરી દેતી ખબર સામે આવી છે.
સંજયની ગિફ્ટ માન્યતાએ કરી પરત
2020માં સંજય દત્તે માન્યતાને 4 ફ્લેટ ગિફ્ટ કર્યાં હતા. જેની કિમત શો કરોડ રૂપિયા છે. જો કે સમાચાર એવા છે કે,માન્યાતએ ચારમાંથી એક પણ ફ્લેટ માન્યતાએ તેમની પાસે નથી રાખ્યો અને એક અઠવાડિયાની અંદર જ પરત કરી દીધા છે.
સંજય દત્તના આ બધા જ ફ્લેટ બાંદ્રા, પાલી હિલની એક બિલ્ડિંગ ઇમ્પિરિયલ હાઇટમાં છે.બધા જ ફ્લેટની કિંમત 100 કરોડ છે. આ ફ્લેટ ઇમ્પિરિયલ હાઇટના ત્રીજા અને ચોથા ફ્લોર પર છે. 11માં અને 12માં ફલોર પર એક પેન્ટહાઉસ છે. જાણવા મળ્યું છે કે, આ ફ્લેટ ટેક્સ રિસ્ટ્રકચરિંગના કારણે પાછા આપ્યાં છે જો કે હજું સુધી આ મુદ્દે માન્યતા તરફથી કોઇ કારણ નથી દર્શાવાયું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement