શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
#MeTooને લઈને આ એક્ટ્રેસે આપ્યું ચોંકાવનાનું નિવેદન, કહ્યું- હું કોઈ ઓફિસમાં.....
ઓફિસ અથવા અન્ય જગ્યાએ કોઈ હેરાન કરે છે કે પછી જાતીય શોષણ થાય તો તે વિશે બોલવું જોઈએ. કારણ કે આવી વાતો જેટલી સામે આવશે.
મુંબઈઃ એક્ટ્રેસ સની લિયોનીનું માનવું છે કે, તે અસત્યમાં જીવું છું અને તે મહિલા સશક્તીકરણ અને મીટૂ આંદોલનથી લોકોનાની બદલતી માનસિકતા જેવી સારી વાતો પર વિશ્વાસ રાખે છે. તેણે કહ્યું કે, આ આંદોલનથી લોકોની માનસિકતા બદલાઈ છે. વિતેલા વર્ષે પશ્ચિમી ફિલ્મ જગત બાદ મીટૂ આંદોલનો બોલિવૂડમાં પણ ખળભળાટ મચાવ્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ સની લિયોનીએ કહ્યું કે, ‘હું કોઈ ઓફિસમાં કામ કરતી નથી. હું અસત્યમાં જીવું છું. પરંતુ હું માનું છું અને વિશ્વાસ કરું છું કે ઓફિસમાં થતા યૌન શોષણ વિશે બોલવું જોઈ પછી તે ભલે મહિલાઓ હોય કે પુરુષ. કારણ કે હું માનું છું કે આવું ઘણી વખત પુરુષો સાથે પણ થાય છે પણ તેના ખુલાસા થતા નથી. કારણ કે તે એક પુરુષ હોય છે અને આવી વાત જલ્દી માનવામાં આવતી નથી.’
રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસે આગળ કહ્યું કે,‘ઓફિસ અથવા અન્ય જગ્યાએ કોઈ હેરાન કરે છે કે પછી જાતીય શોષણ થાય તો તે વિશે બોલવું જોઈએ. કારણ કે આવી વાતો જેટલી સામે આવશે. લોકો એટલા જ જાગૃત થશે. મારું માનવું છે કે આનાથી પરિસ્થિતિઓ જરૂર બદલાશે.’ તમને જણાવી દઈએ કે #MeToo કેમ્પેઇનની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ 2008માં નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion