શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ મૌની રોય આગામી ફિલ્મમાં આમીર ખાન સાથે જોવા મળશે, જાણો વિગત
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૌની તેની આગામી ફિલ્મમાં આમીર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
મુંબઇ: બોલીવૂડ એક્ટ્રેસ મૌની રોય હવે તેની કેરિયરની સૌથી મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૌની તેની આગામી ફિલ્મમાં આમીર ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. બાયોપિક ફિલ્મ બની રહી છે. ગુલશન કુમારની લાઇફ પર આ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે. ફિલ્મમાં આમીર ખાન ગુલશન કુમારની ભૂમિકામાં કામ કરનાર છે. મૌની રોય પણ ખાસ ભૂમિકામાં જોવા મળશે.
આ ફિલ્મમાં રાહુલ રોય ,ગુલશન ગ્રોવર અને દિપક તિજારી પણ જોવા મળશે. ફિલ્મને લઇને મૌની રોય ખુબ જ ખુશ છે. મૌની રોય પાસે હાલમાં કેટલીક સારી ફિલ્મ હાથમાં છે. મૌની બ્રહ્માસ્ત્રમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન રણબીર કપુર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.View this post on Instagram
મૌની ટીવી સિરિયલ નાગિનમાં પણ કામ કરી ચુકી છે. આ સિરિયલથી જ તેને ખુબ લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તે ફિલ્મોમાં આવી હતી. મૌની રોયે અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ મારફતે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. મૌની અન્ય એક ફિલ્મમાં જહોન અબ્રાહમ સાથે કામ કરી રહી છે.View this post on Instagramno sugar coated coffee • • • Thank you love @_fashionismyreligion @fmrthestore
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement