Mahendra Singh Dhoni Film: મહેન્દ્ર સિંહ ધોનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરી જોરદાર એન્ટ્રી, પ્રથમ ફિલ્મની કરી જાહેરાત
Mahendra Singh Dhoni First Film: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રોડ્યુસર બની ગયો છે અને આ સાથે તેણે પોતાની ફિલ્મની જાહેરાત કરી છે.
Mahendra Singh Dhoni First Film: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. હવે તે પ્રોડ્યુસર બની ગયો છે. આ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના પ્રોડક્શન હાઉસ ધોની એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ હેઠળ પહેલી ફિલ્મની જાહેરાત કરી છે, જેનું નામ 'LSG: લેટ્સ ગેટ મેરિડ' છે. આ એક તમિલ ફિલ્મ છે, જે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવશે.
ધોનીની પહેલી ફિલ્મનું ટાઈટલ લૂક પોસ્ટર આવ્યું સામે
ફિલ્મનું ટાઈટલ લૂક મોશન પોસ્ટર ધોની એન્ટરટેઈનમેન્ટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, 'ધોની એન્ટરટેઈનમેન્ટના પ્રથમ પ્રોડક્શન ટાઈટલને શેર કરવા માટે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. ફિલ્મના ટાઇટલની જાહેરાતની સાથે જ ફિલ્મની કાસ્ટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મમાં હરીશ કલ્યાણ, ઈવાના, નાદિયા અને યોગી બાબુ જેવા સ્ટાર્સ જોવા મળશે.
We're super excited to share, Dhoni Entertainment's first production titled #LGM - #LetsGetMarried!
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) January 27, 2023
Title look motion poster out now! @msdhoni @SaakshiSRawat @iamharishkalyan @i__ivana_ @HasijaVikas @Ramesharchi @o_viswajith @PradeepERagav pic.twitter.com/uG43T0dIfl
સાક્ષી ધોની પ્રોડક્શન હાઉસની મેનેજિંગ ડિરેક્ટર બની
ફિલ્મનો ટાઈટલ લૂક મોશન પોસ્ટર એનિમેશન ફોર્મેટમાં બનાવવામાં આવ્યો છે, જે ખૂબ જ રસપ્રદ લાગે છે. રમેશ થમિલમાની 'એલએસજી: લેટ્સ ગેટ મેરિડ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેઓ આ ફિલ્મના સંગીતકાર પણ છે. ત્યારે મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની પ્રોડક્શન હાઉસની મેનેજિંગ ડિરેક્ટર છે.
ઓછા બજેટમાં બનેલી ધોનીની પહેલી ફિલ્મ
મહેન્દ્ર સિંહ ધોનીની 'એલએસજીઃ લેટ્સ ગેટ મેરિડ'માં ઇવાના ફિમેલ લીડ રોલમાં જોવા મળશે. તેને લવ ટુડે ફિલ્મથી જબરદસ્ત લોકપ્રિયતા મળી, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ. મહેન્દ્ર સિંહ ધોનીની પહેલી ફિલ્મ ખૂબ જ ઓછા બજેટમાં બની રહી છે. જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વર્ષ 2023ની IPLમાંથી નિવૃત્તિ લઈ શકે છે.