શોધખોળ કરો

બોલિવૂડની જાણીતી સંગીતકાર જોડી સાજિદ-વાજિદના વાજિદ ખાનનું મુંબઈમાં નિધન

કિડની અને ગળામાં ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં ભરતી થયેલ વાજિદને છેલ્લાં ઘણાં દિવસ પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો.

મુંબઈઃ જાણીતી સંગીતકાર જોડી સાજિદ-વાજિદના વાજિદ ખાનનું રવિવારે રાત્રે લાંબી બીમારી બાદ મોત થયું છે. 43 વર્ષીય વાજિદનું મોત મુંબઈના ચેમ્બૂર સ્થિત સુરરાણા સેઠિયા હોસ્પિટલમાં થયું, જ્યાં તે કિડની અને ગળામાં ઇન્ફેક્શન હોવાને કારણે છેલ્લા અઢી-ત્રણ મહિનાથી ભરતી હતી. સૂત્રો અનુસાર છેલ્લા ત્રણ દિવસોથી વાજિદ વેન્ટિલેટર પર હતા અને તેની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. અહેવાલ છે કે કિડની અને ગળામાં ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં ભરતી થયેલ વાજિદને છેલ્લાં ઘણાં દિવસ પહેલા કોરોનાનો ચેપ લાગ્યો હતો. પરંતુ અટકળો છે કે હાર્ટ એકેટને કારણે તેનું મોત થયું છે. વિતેલા વર્ષે પણ વાજિદને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેની એન્જિઓપ્લાસ્ટી કરવામાં આવી હતી. વાજિદ ખાનના નિધનની પુષ્ટિ સિંગર સલીમ મર્ચેંટએ સોશિયલ મીડિયા પર કરી હતી. તેમણે લખ્યું કે 'સાજિદ-વાજિદ ફેમ મારા ભાઇ વાજિદના નિધનના સમાચારથી મને ઉંડો આધાત છે. ભાઇ, તમે ખૂબ જલદી ગયા. આ આપણા કુંટુબના લોકો માટે મોટો આંચકો છે. હું તૂટી ગયો છું.'' વાજિદના નિધનથી બોલીવુડમાં શોકની લહેર છે. પ્રિયંકા ચોપડા, સોનૂ નિગમ, સલીમ મર્ચેંટ સહિત ઘણી બોલીવુડ હસ્તીઓએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ વાજિદ ખાનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને લખ્યું કે ''દુખદ સમાચાર. એક વાત જે મને હંમેશા યાદ રહેશે તે વાજિદ ભાઇની સ્માઇલ, હંમેશા હસતા રહેતા હતા. ખૂબ જલદી જતા રહ્યા. તેમના પરિવાર અને શોક વ્યક્ત કરનાર લોકો પ્રત્યે મારી સંવેદના. તમારી આત્માને શાંતિ મળે મારા મિત્ર. સાજિદ-વાજિદે કારકિર્દીની શરૂઆત 1998 માં સલમાન ખાન અભિનિત ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી કરી હતી. આ પછી આ જોડીએ એક પછી એક હિટ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. જેમાં ચોરી ચોરી, હેલો બ્રધર, મુઝસે શાદી કરોગી, વોન્ટેડ, દબંગ (1,2 અને 3) જેવી ફિલ્મ્સ શામેલ છે. સાજિદ-વાજિદ જોડીએ તાજેતરમાં સલમાન ખાન માટે ‘ભાઈ-ભાઈ’ કમ્પોઝ કર્યું હતું. વાજિદ ખાને એક ગાયક તરીકે 2008 માં ફિલ્મ પાર્ટનર માટે પણ સોન્ગ ગાયું હતું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તનું શૉકિંગ ટ્રાન્સફૉર્મેશન, 5 સપ્તાહમાં જ આટલો બદલાઇ ગયો ચહેરો
સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્તનું શૉકિંગ ટ્રાન્સફૉર્મેશન, 5 સપ્તાહમાં જ આટલો બદલાઇ ગયો ચહેરો
Met Gala 2026: મેટ ગાલામાં છવાઈ ઈશા અંબાણી, શાહી અંદાજે ખેંચ્યું તમામનું ધ્યાન
Met Gala 2026: મેટ ગાલામાં છવાઈ ઈશા અંબાણી, શાહી અંદાજે ખેંચ્યું તમામનું ધ્યાન
KINGની રિલીઝ ડેટ કન્ફર્મ, બોક્સ ઓફિસ 'ધુરંધર'નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે શાહરૂખ ખાન
KINGની રિલીઝ ડેટ કન્ફર્મ, બોક્સ ઓફિસ 'ધુરંધર'નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે શાહરૂખ ખાન
પાકિસ્તાની કંપનીની કરતૂત, AIની મદદથી આલિયા ભટ્ટની તસવીરો એડિટ કરી
પાકિસ્તાની કંપનીની કરતૂત, AIની મદદથી આલિયા ભટ્ટની તસવીરો એડિટ કરી

વિડિઓઝ

GSEB SSC Result 2026 : આવતી કાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોઇ શકાશે પરિણામ?
Saurashtra Unseasonal Rains : સૌરાષ્ટ્રમાં આજે ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : કોણ બનશે મેયર?
Hun To Bolish : હું તો બોલીશ : 'દેવા'વાળી ખુરશી
Hun To Bolish : હું તો બોલીશ : CMની સાહેબોને સલાહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર અમેરિકાની પ્રતિક્રિયા, ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરી શું કહ્યું? વાંચો અહેવાલ
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ગુજરાતમાં આ જિલ્લાઓમાં આજે વરસાદને ધબધબાટી બોલાવી, કેરી અને ઉનાળુ પાકને નુકસાન! ખેડૂતો ચિંતામાં
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
ધોરણ 10 બોર્ડનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે થશે જાહેર: વેબસાઈટ અને WhatsApp પર જાણી શકાશે રિઝલ્ટ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Gir Somnath Rain: ગીર સોમનાથના વાતાવરણમાં આવ્યો પલટો, તુલસીશ્યામમાં ખાબક્યો વરસાદ
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
Kutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં કરા સાથે વરસાદ વરસ્યો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
‘હું હારી નથી, હરાવાઈ છું તો રાજીનામું કેમ આપું?’ બંગાળ પરિણામો પર મમતા બેનર્જીનો મોટો બળવો
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ, જાણો બાંગ્લાદેશે શું કહ્યું?
વિદેશી મીડિયામાં ભારતની ચૂંટણીનો ડંકો: બંગાળમાં મોદીની જીતના પાકિસ્તાને પણ કર્યા વખાણ
Embed widget